અમૂલ ડેરી, ખેડા જિ. સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા MD તરીકે અમિત વ્યાસની નિમણૂંક

News18 Gujarati
Updated: September 28, 2018, 8:05 PM IST
અમૂલ ડેરી, ખેડા જિ. સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા MD તરીકે અમિત વ્યાસની નિમણૂંક
ફાઈલ ફોટો

450 કરોડનું કૌભાંડ થયું હોવાનો વિવાદ ચાલી રહ્યો હતો. જેને પગલે અમૂલ ડેરી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે રાજીનામું આપ્યું હતું

  • Share this:
અમૂલ ડેરી ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમીટેડના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમિત વ્યાસની નિમણૂંક કરવામાં આવી છે. અમૂલ ડેરીના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવનાર અમિત વ્યાસની એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પ્રાપ્ત મહિતી અનુસાર, અમૂલ ડેરી ખાતે ગુરૂવારે બોર્ડ મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરીમાં છેલ્લા કેટલાએ સમયથી જનરલ મેનેજર તરીકે ફરજ બનાવનાર અમિત વ્યાસની મેનેજિંગ ડિરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, જાણીતી અમૂલડેરીનું 48000નું ટર્નઓવર ધરાવે છે જેમાં 450 કરોડનું કૌભાંડ થયું હોવાનો વિવાદ ચાલી રહ્યો હતો. જેને પગલે અમૂલ ડેરી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા બાદ 5-6 મહિનાથી એમડીનો ચાર્જ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.ના જયેન મહેતા સંભાળી રહ્યા હતા. જોકે, બોર્ડ મીટીંગમાં આખરે આ પદ પર અમિત વ્યાસની નિમણૂંક કરી તેમને એમડીનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.

આ મનેજિંગ ડિરેક્ટર પદ માટે લગભગ 150 જેટલી એરજીઓ આવી હતી, જેમાંથી સોર્ટ લીસ્ટ કર્યા બાદ 20 લોકોને ઈન્ટરવ્યૂ તરીકે બોલાવવામાં આવ્યા હતા. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢી અને ઇરમાના પ્રતિનિધિ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ બાદ કમિટી દ્વારા નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમૂલ ડેરીમાં જ જનરલ મેનેજર તરીકે કાર્યરત અમિત વ્યાસની પસંદગી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમૂલડેરીનું 48000નું ટર્નઓવર ધરાવે છે જેમાં 450 કરોડનું કૌભાંડ થયાની ચર્ચા ચાલી રહી હતી. પૂર્વ એમડી ડો.રથ્નમની કાર્યપ્રણાલી અને વહીવટમાં ગેરરીતિ તેમજ ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કેટલાંક ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. જેના પગલે ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે પણ મતભેદની સ્થિતિ સર્જાઇ હતી. આમ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદો વચ્ચે 27મી માર્ચ ડો.રથ્નમ દ્વારા રાજીનામું આપ્યું હતું, જેનો બોર્ડ મિટીંગમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો.
First published: September 28, 2018, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading