Home /News /madhya-gujarat /

Ahmedabad: રવિવારે પણ AMC ના બુલડોઝરની તવાઇ, ગેરકાયદે બનાવેલી પ્રોપર્ટી કરી જમીનદોસ્ત

Ahmedabad: રવિવારે પણ AMC ના બુલડોઝરની તવાઇ, ગેરકાયદે બનાવેલી પ્રોપર્ટી કરી જમીનદોસ્ત

બહેરામપુરા વોર્ડમાં ગુરુવારે પણ આ જ પ્રકારે 8 દુકાનોને મહાનગરપાલિકાએ તોડી પાડી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન-અધિકૃત બાંધકામો/દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ઇલે. વોર્ડ નં .35માં ટી.પી.સ્કીમ નં.38/2 માં આવેલા સર્વે નં.216 થી 220 ખાતે ચંડોળા પોલીસ ચોકી પાછળ સિકંદર માર્કેટમાં આવેલી આ દુકાનો અને શેડ જમીનદોસ્ત કરાયા છે.

વધુ જુઓ ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતાએ અંદાજીત 2500 ચો. ફુટ જગ્યા પરનું દબાણ હટાવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા બહેરામપુરા (Behrangpura)માં ગેરકાયદે બાંધેલી પાંચ કોમર્શિયલ દુકાન અને એક શેડને AMCએ તોડી પાડી છે. અંદાજીત 2500 ચો. ફુટ જગ્યા પરનું દબાણ આ કામગીરીથી હટાવાયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન-અધિકૃત બાંધકામો/દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ઇલે. વોર્ડ નં .35માં ટી.પી.સ્કીમ નં.38/2 માં આવેલા સર્વે નં.216 થી 220 ખાતે ચંડોળા પોલીસ ચોકી પાછળ સિકંદર માર્કેટમાં આવેલી આ દુકાનો અને શેડ જમીનદોસ્ત કરાયા છે. જ્યાં 5 દુકાનો અને 1 શેડના કોમર્શિયલ પ્રકારના બિનપરવાનગીએ કરેલા બાંધકામો સંબંધે ધી જી.પી.એમ.સી. એકટની કલમ 260 (1) તથા 260 (2) મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. બાંધકામકર્તા દ્વારા સ્વેચછાએ અન - અધિકૃત બાંધકામ દૂર કરવામાં ન આવતાં દબાણ વિભાગના સ્ટાફ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ ગાડીઓ, જે.સી.બી. મશીન, જનરેટર, ગેસ કટર, બ્રેકર મશીન અને અન્ય સાધન સામગ્રીના ઉપયોગથી અન-અધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ગુજરાતના આ દરિયા કિનારે એક જ વર્ષમાં બનાવી નાંખ્યું 'જાપાની મિયાવાકી જંગલ'

બહેરામપુરા વોર્ડમાં ગુરુવારે પણ આ જ પ્રકારે 8 દુકાનોને મહાનગરપાલિકાએ તોડી પાડી હતી. આમ પાછલા બે દિવસમાં કુલ 13 દુકાનો અને 01 શેડને તોડી પાડી અંદાજિત 8300 ચોરસ ફુટ જગ્યા પરનું દબાણ દૂર કરાયું છે. અન-અધિકૃત બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.

આ પણ વાંચો- સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મળે છે પર્યાવરણનું પ્રેક્ટિકલ જ્ઞાન

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન-અધિકૃત બાંધકામો / દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ઇલે. વોર્ડ નં 35માં ટી.પી.સ્કીમ નં.32માં આવેલા પ્લોટ નં 27 ખાતે સુએજ ફાર્મ ડમ્પ સાઇટ, અંબિકા ટેક્ષટાઇલ્સની સામે આવેલી આ દુકાનો તોડી પાડવામાં આવી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Municiple corporation, Ahmedabad news, AMC latest news

આગામી સમાચાર