Mid-day Meal: મધ્યાહન ભોજન યોજનામાં કૌભાંડ, પ્રદેશ કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાના મૂડમાં
Mid-day Meal: મધ્યાહન ભોજન યોજનામાં કૌભાંડ, પ્રદેશ કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાના મૂડમાં
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી
કોગ્રેસ પક્ષની માંગ છે કે દક્ષિણ ગુજરાતના વાસદાનાં ધારાસભ્ય અનંત પટેલે મધ્યાહન ભોજન માટે પૂરતું વેતન આપે એ માંગ કરી રેલી કરી છે. આગામી સમયમાં આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો વિસી ઓપરેટર સહિત તમામને ન્યાય મળે એ માટે કોગ્રેસ સરકાર સામે પડશે.
અમદાવાદ: મધ્યાહન ભોજન યોજના (Mid-day meal) અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી (Manish Doshi)એ ગુજરાત સરકાર (Government of Gujarat) પર પ્રહાર કર્યા છે. આ યોજના હેઠળ સરકાર કર્મચારીઓનું શોષણ કરે છે. યોજના હેઠળ સંચાલકોને નજીવું વેતન આપવામાં આવે છે. રસોઈયા અને મદદનીશને પણ નજીવું વેતન મળે છે. ગુજરાત કરતા અન્ય રાજ્યમાં વેતન વધારે આપવામાં આવે છે. અન્ય સેવા આપતા કર્મચારીઓનું પણ શોષણ કરવામાં આવે છે ત્યારે લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું વેતન આપવાનો દાવો મનીષ દોશીએ કર્યો છે. ઓછું વેતન કરતાં કેટલાક કર્મચારી ગેરરીતિ આચરે છે જે માટે શોષણ બંધ થવા અંગે માંગ કરી છે અને જો શોષણ બંધ નહિ થાય તો કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે મળીને કોગ્રેસ આક્રમકતાથી સરકાર ને ઘેરશે.
શું છે આખોય મુદ્દો અને કેટલું મળે છે વેતન.?
કોગ્રેસ પ્રવકતા મનીષ દોશીના કહેવા પ્રમાણે મધ્યાહન ભોજન યોજના કર્મચારી એટલે કે સંચાલકને માત્ર દિવસમાં 46 રૂપિયાનું વેતન આપવામાં આવે છે એટલે 1400 રૂપિયાથી 1600 રૂપિયા સુધી સંચાલકને વેતન રસોઈયાને 300, 500 અને 1300 રૂપિયા વેતન, જ્યારે મદદનીશને 300 થી 500 રૂપિયાનું વેતન આપવામાં આવે છે એટલે પ્રતિ દિવસ 300 રૂપિયા વેતન હોય તો રોજનું 10 રૂપિયા વેતન 500 રૂપિયા હોય તો 16 રૂપિયા જેટલું પ્રતિ દિવસ મળે છે.
જ્યારે ગુજરાત બહાર તમિલનાડુમાં 9000, કેરાલામાં 14000 અને પોડીચેરી માં 21000 વેતન આપવા આવે છે. આ જ કારણ છે કે કર્મચારી ગેરરીતિ તરફ દોરાય છે લઘુત્તમ વેતન ધારો શ્રમિક માટેના મીનીમમ વેજીસનો ધારો અને મનરેગા જેવી યોજનામાં વેતન જે આપવામાં આવે છે આ તમામ કરતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું ઓછું વેતન છે જે કહે છે કે આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે.
કોગ્રેસ પક્ષની માંગ છે કે દક્ષિણ ગુજરાતના વાસદાનાં ધારાસભ્ય અનંત પટેલે મધ્યાહન ભોજન માટે પૂરતું વેતન આપે એ માંગ કરી રેલી કરી છે. આગામી સમયમાં આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો વિસી ઓપરેટર સહિત તમામને ન્યાય મળે એ માટે કોગ્રેસ સરકાર સામે પડશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર