અમદાવાદ (Ahmedabad)માં કિડની અને લીવરની ગંભીર બીમારીથી પીડાતા એક વિદેશી દર્દી (Foreign patient)ને એક સાથે બે અંગો ટ્રાન્સપ્લાન્ટ (Simultaneous transplantation of two organs) કરવામાં તબીબોને સફળતા મળી છે. મ્યાનમાર (Myanmar)થી સારવાર અર્થે આવેલા દર્દીની મેરેથોન સર્જરી 17 કલાક ચાલી હતી. અને 15 ડોકટર્સની ટીમે આ સફળ સર્જરી કરી દર્દીને નવું જીવન આપ્યું છે. ગુજરાત (Gujarat)માં આ પહેલી એવી ઘટના છે જેમાં એક જ દિવસમાં એક દર્દીના શરીરમાં જીવિત દાતાઓ પાસેથી બે અંગોનું પ્રત્યારોપાણ કરાયુ હોય.
મ્યાનમારના 48 વર્ષીય દર્દીની સફળ સર્જરી થઈ છે. આ મેરેથોન સર્જરીમાં સંકળાયેલા એપોલો હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ચિરાગ દેસાઈ, ડૉ. મનોજ ગુમ્બર, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. વિજયા રાજકુમારી સહિત 15 ડોકટર્સની ટીમે આ સફળ સર્જરી કરી છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, દર્દી ડાયાબીટિસ, હાયપરટેન્શન અને હિપેટાઇટિસથી પીડિત હતા, છેલ્લાં ત્રણ વર્ષથી ડાયાલીસિસ પર નિર્ભર હતા. તેમણે મ્યાન્મારમાં મેડિકલ ટૂરિઝમ કાર્યક્રમ દરમિયાન સારવાર માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. ડૉક્ટર્સે તપાસ કરતા જાણકારી મળી હતી કે, કિડનીને નુકસાન થવા ઉપરાંત દર્દી લિવર સાયરોસિસથી પીડિત હતા અને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. એક અંગના પ્રત્યારોપાણની સરખામણીમાં એકસાથે બે અંગના પ્રત્યારોપણમાં ત્રણ ગણું જોખમ સંકળાયેલું હોય છે. કેસની જટિલતા પર ડૉકટરએ કહ્યું કે, સૌથી મોટો પડકાર હતો સર્જરી માટે કિડની અને લિવર માટે જીવિત અંગદાતાઓની શોધ.
ગુજરાતમાં આ સૌપ્રથમ કેસ હતો, જેમાં જીવિત દાતાઓનો ઉપયોગ કરીને એકસાથે બે અંગોનું પ્રત્યારોપાણ કરવામાં આવ્યું હતું. બંને ટ્રાન્સપ્લાન્ટ ટીમો વચ્ચે સમય અને સંકલન અતિ મહત્વપૂર્ણ હતું. જ્યારે કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની વાત આવે છે, ત્યારે ઇમ્મ્યૂનોસપ્રેશન દવાઓના ઉપયોગ પર નજર રાખવી અતિ મહત્વપૂર્ણ બાબત છે.
દર્દીની રિકવરી પર ડૉકટર્સએ કહ્યું હતું કે, તેઓ સામાન્ય વ્યક્તિની જેમ આહાર લે છે. ક્રિએટિનાઇન પરિણામો સામાન્ય છે. ડિસ્ચાર્જ પછી નિયમિત ફોલો-અપ્સ, નિયમિત દવાઓનું સેવન અને નજર રાખવી – સફળ પ્રત્યારોપાણ અને અંગો લાંબા સમય સુધી સારી રીતે કામ કરે એ માટે મહત્વપૂર્ણ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર