ખેડા : ખેડા કલોલી સાબરમતી નદીના કિનારેથી અમદાવાદના પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં ડાયરી મળી હતી. આ ડાયરીના આધારે પોલીસ ટીમ મૃતક આધેડના પરિવાર સુધી પહોંચી હતી. પરિવારજનોએ મૃતકની બૂટ અને વિંટીના આધારે ઓળખ કરી હતી. આ આધેડ 18મી ઓગસ્ટે નોકરી જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો ન હતો.
રવિવારે સવારે કલોલી પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટ્ટામાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. મૃતદેહનો કબજો મેળવીને તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા મૃતક કેતનભાઇ કિરીટભાઇ કડિયા ઉં.55 રહે,દરિયાપુર અમદાવાદ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ટીમને મોબાઇલ નંબર મેળવી મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોએ મૃતકની ઓળખ બુટ અને હાથમાં પહેરેલી વીંટીના આધારે કરી હતી.
સાંજે ઘરે પરત ન આવતા પોલીસ ફરિયાદ કરાઇ
પોલીસ વિગતો પ્રમાણે, મૃતક આધેડ 18મી ઓગસ્ટ 2022ના રોજ સવારના સમયે ઘરેથી નરોડા નોકરી જવા માટે નીકળ્યા હતા. પરંતુ સાંજે ઘરે પરત ફરવાના સમયે ઘરે આવ્યા ન હતા. જેથી પરિવારજનોએ શોધખોળ કરી હતી. તો પણ તેમની કોઇ ભાળ મળી ન હતી. જેથી પરિવારે અમદાવાદના દરિયાપુર પોલીસ મથકે જાણવા જોગની અરજી આપી હતી.
લાશ મળ્યા બાદ મૃતકનો અગ્નિસંસ્કાર ગામમાં જ કરવામાં આવ્યો હતો. ગામના સરપંચ અને આગેવાનોની મદદથી ગામના સ્મશાનમાં પરિવારના સભ્યોએ મૃતકને અગ્નિદાહ આપ્યો હતો.
આવો જ એક કિસ્સો વરાછામાં બન્યો
વરાછાથી ગુમ થયેલા ગોડાદરાના આધેડનો સિંગણપોર કરાડા ગામ નજીક તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 2 દિવસ પહેલા આધેડ ગુમ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં કારખાના પાસેથી મળી આવેલી બાઈકમાંથી પોલીસને ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમણે રક્ષાબંધનથી પિયર આવી ગયેલી પોતાની પુત્રીને ન્યાય અપાવવાની સમાજ સમક્ષ માંગણી કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટી ખાતે રહેતા 53 વર્ષના અરજણભાઈ નાથાભાઈ બાંભણીયા વરાછા લંબેહનુમાન રોડ ખાતે આવેલા હીરાના કારખાનામાં કામ કરતા હતા.
વલસાડની સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી 6 મહિના પહેલા તેમની પુત્રીના લગ્ન થયા હતા અને રક્ષાબંધનથી તેમની પુત્રી પિયરમાં આવી ગઈ હતી. 2 દિવસ પહેલા તેઓ ઘરેથી કારખાને ગયા હતા. ત્યાર બાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા. જેથી પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી વરાછા પોલીસ મથકમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે તપાસ હાથ ધરતા તેમની બાઈક કારખાના પાસેથી મળી આવી હતી. જેમાં એક અંતિમ પત્ર પણ મળી આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર