નાઇજિરિયન ગેંગના માસ્ટર માઇન્ડની ધરપકડ સાથે જ ગુજરાત અને ગુજરાત બહારના અનેક રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
આ આરોપીનું નામ સાગર મહાતો છે. આરોપી મૂળ વેસ્ટ બેંગાલ રહેવાસી છે અને માત્ર 10 ધોરણ પાસ છે જે ભલભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે. વર્ષ 2020 માં અમદાવાદના એક વાપરી સાથે 1 કરોડ 37 લાખ કરતાં વધુ રૂપિયાની સીમ સ્વેપિંગના આધારે છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી અને જેની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને સૌથી મોટી સફળતા મળી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime)ની ટીમે સીમ સ્વેપિંગ (Seam swapping) કરીને કરોડો રૂપિયાની ઠગાઈ (Fraud) કરતી નાઇજિરિયન ગેંગ (Nigerian gang)ના માસ્ટર માઇન્ડ એવા ભારતીય સાગરીતની ધરપકડ કરી છે. નાઇજિરિયન ગેંગના માસ્ટર માઇન્ડની ધરપકડ સાથે જ ગુજરાત અને ગુજરાત બહારના અનેક રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સીમ સ્વેનેપિંગનો માસ્ટર માઈન્ડ કરોડો રૂપિયાની ઠગાઈ કરી ફરાર ગતો. પરંતુ હવે
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં આવી ગયો છે.
આ આરોપીનું નામ સાગર મહાતો છે. આરોપી મૂળ વેસ્ટ બેંગાલ રહેવાસી છે અને માત્ર 10 ધોરણ પાસ છે જે ભલભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે. વર્ષ 2020 માં અમદાવાદના એક વાપરી સાથે 1 કરોડ 37 લાખ કરતાં વધુ રૂપિયાની સીમ સ્વેપિંગના આધારે છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી અને જેની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને સૌથી મોટી સફળતા મળી છે. અને વેસ્ટ બેંગાલથી સીમ સ્વેપીંગના ગુનાનો ભારતીય મસ્ટરમાઈન્ડ આરોપી સાગર મહાતોની ધરપકડ કરી છે.
આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તે ગુનો આચરવા માટે શનિવારનો દિવસ નક્કી કરતો હતો. જેથી કરીને ભોગ બનનારને પોતાનાં એકાઉન્ટની કે ટ્રાન્જેક્શનની વિગત ના મળે અને બે દિવસમાં ભોગ બનનારના પૈસા બીજા એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેતો હતો. આરોપીની પૂછપરછ માં નાઇજિરિયન ગેંગ દ્વારા તેને ડેટા આપવામાં આવતા હોવાની કબૂલાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ફ્રોડ કરેલા પૈસાના 50 ટકા રૂપિયા નાઇજિરિયન ગેંગ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપી અગાઉ મુંબઈ, હૈદરાબાદ, વેસ્ટ બંગાલમાં 10 થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. હાલ તો સાયબર ક્રાઈમની ટીમે માસ્ટર માઈન્ડ ધરપકડ કરી નાઇજિરિયન ગેંગના વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર