અમદાવાદ : શહેરનાં (Ahmedabad) ઓઢવ વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં થયેલી લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચે (Crime branch) ચાર આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 19,32,850 કબ્જે કર્યા છે. આરોપીઓએ લૂંટ કર્યા બાદ બાવળા પહોંચ્યા હતા. ત્યાંથી ઇનોવા કાર ભાડે કરી રાજસ્થાન પહોંચ્યા હતા. ઓઢવ વિસ્તારમાં છોટાલાલની ચાલી પાસે આવેલી આંગડિયા પેઢીમાં લૂંટારુઓએ પિસ્તોલ અને છરી જેવા હથિયારથી રૂપિયા 53 લાખ રોકડા અને ચાર મોબાઈલ ની લૂંટ ચલાવી હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્ચ એ કેસરસિંહ ભાયલ, તેજ સિંહ ભાયલ, ઈશ્વરસિંહ ચૌહાણ અને પ્રવિણસિંહ પરમાર નામના આરોપી ની ધરપકડ કરી છે.
આરોપી ઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી કેસર સિંગ અગાઉ ઓઢવ વિસ્તારમાં આવેલ એક પોતાના કારખાનામાં નોકરી કરતો હતો. જેથી તે વિસ્તારથી પરિચિત હતો. જ્યારે પીએમ આંગડીયા પેઢીમાં રોકડા રૂપિયા હવાલા પડતા હોવાનું જાણવા મળતા આરોપીએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. જેના આધારે એકાદ મહિના પહેલા આરોપી કેસર સિંહે અન્ય આરોપી નિતેશ સિંગ સાથે મળીને આંગડિયા પેઢી પર રેકી કરી હતી.
જોકે લૂંટ કરવા માટે અન્ય આરોપીઓનો સંપર્ક કર્યો હતો અને 15મી જૂને કેસર સિંહએ અન્ય આરોપીઓને પોતાના ખેતરમાં બોલાવી દારૂ બિયરની પાર્ટી કરીને લૂંટ માટે તૈયાર કર્યા હતા. જેમાં નિકુસિંહ ઉદાવત પાસે પિસ્તલ હથિયાર હોવાનું જણાવતા નિતેશ સિંહ અને છરીની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. અને લૂંટની ઘટનાને કેવી રીતે અંજામ આપવો તેનો પ્લાન ઘડ્યો હતો.
બાદમાં તેઓ ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યા હતા અને નિકોલ બગીચા પાસેથી એક મોટરસાયકલની ચોરી કરી હતી. જે બાઈક અને રીક્ષામાં બેસીને આરોપીઓ આંગડિયા પેઢી પર પહોંચ્યા હતા. જ્યાં નિતેશસિંહ અને તેજ સિંહ નામના આરોપી આંગડિયા પેઢીમાં રેકી કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ લોકોની અવરજવર હોવાથી તેઓએ લૂંટ કરી ન હતી. બાદમાં આરોપીઓએ સુરેન્દ્રસિંહ નામના આરોપીનો સંપર્ક કરતાં તે તેના અન્ય સાથી મિત્રોને લઈને અમદાવાદ પહોંચ્યો હતો.
બીજે દિવસે આરોપીઓ ત્રણ મોટર સાયકલ લઈને આંગડિયા પેઢી પર પહોંચ્યા હતા. જ્યાં આંગડિયા પેઢીના કર્મચારીઓએ ડરાવી ધમકાવીને રૂપિયા 53 લાખ રોકડા તેમજ 4 મોબાઈલની લૂંટ કરીને ભાગી ગયા હતા. જોકે એક બાઈક ચાલુના થતા ત્યાં જ છોડીને આરોપીઓ ભાગી ગયા હતા.
આરોપીઓએ ચોરી કરેલી બાઈક બિન વારસી મૂકી દઈને લુંટેલા મોબાઈલ ફોન રસ્તામાં ફેંકી દીધા હતા. બાદમાં રીક્ષામાં બેસીને તેઓ બાવળા પહોંચ્યા ગયા. જ્યાંથી ઇનોવા ભાડે કરીને રાજસ્થાન ગયા હતા. કેસરસિંહના ખેતર પર લૂંટ કરેલા પૈસાનો ભાગ પાડ્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તલ, ચાર કારતૂસ, એક મોટરસાયકલ, પાંચ મોબાઈલ અને રૂપિયા 19.32 લાખ કબ્જે કર્યા છે. અને અન્ય ત્રણ ફરાર આરોપી સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિતેષ સિંહ ચૌહાણ, નિકુસિંહ ઉડાવત ને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર