Home /News /madhya-gujarat /

Ahmedabad Monsoon: ચોમાસાને લઈ તંત્ર સજ્જ, પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા સૂચના

Ahmedabad Monsoon: ચોમાસાને લઈ તંત્ર સજ્જ, પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા સૂચના

જિલ્લા કલેક્ટરે આફતના સમયે કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું. (ફાઇલ ફોટો)

જિલ્લા કલેક્ટરે આફતના સમયે કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. જયારે પશુપાલન વિભાગના અધિકારીને ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની વ્યવસ્થા વિશે પણ સૂચનો કર્યું છે.મામલતદારોને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, પાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિસ્તારના સિટી ડિઝાસ્ટર પ્લાન તેમજ તમામ તાલુકાના વિકાસ અધિકારીઓને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઇન અપડેટ કરવાની કામગીરી કરવા માટેની સુચના પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે

વધુ જુઓ ...
ચોમાસા (Monsson)ની ગતિવિધિઓ તેજ થઇ છે ત્યારે ચોમાસાને લઈ તંત્ર (AMC) દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ કલેકટર (Ahmedabad Collector) દ્વારા તંત્રને સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તરવૈયાઓની યાદી તેમજ હેમ રેડિયો - વાયરલેસ સેટ તેમજ બોટ વગેરે સજજ રાખવા પણ સૂચનના પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા તેમજ પાણીનો રોડ રસ્તા પર ભરવો ન થાય તેની પણ તકેદારી રાખવા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો તેના પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સૂન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર, જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને ‘ઝીરો કેઝ્યૂઅલ્ટી’ અભિગમથી કામ કરવાનો અનુરોધ કર્યો છે. અમદાવાદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદ પર પણ નજર રાખવા તાકીદ કરી હતી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું છે કે અમદાવાદ જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જોખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી IEC (Information Education Communication)પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશાનિર્દેશ આપ્યા છે. તેમણે નેશનલ હાઈ-વે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી છે. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઈનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા સૂચન કર્યું છે.

જિલ્લામાં તરવૈયાઓની યાદી, હેમ રેડિયો, વાયરલેસ સેટ, બોટ તેમજ ઇમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં કલેક્ટર, આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા તેમજ રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા તેમજ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સુચના આપી છે.

આ પણ વાંચો- Bharuch: દહેજમાં ભારત રસાયણમાં ધડાકા સાથે આગ લાગી, 25 લોકો ઘાયલ, 10ની હાલત ગંભીર

જિલ્લા કલેક્ટરે આફતના સમયે કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. જયારે પશુપાલન વિભાગના અધિકારીને ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની વ્યવસ્થા વિશે પણ સૂચનો કર્યું છે.મામલતદારોને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, પાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિસ્તારના સિટી ડિઝાસ્ટર પ્લાન તેમજ તમામ તાલુકાના વિકાસ અધિકારીઓને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઇન અપડેટ કરવાની કામગીરી કરવા માટેની સુચના પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો- રાજસ્થાનથી મળી આવેલ RDX કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ અમદાવાદની લીધી હતી મુલાકાત

આ બેઠક દરમ્યાન સિંચાઇ વિભાગ દ્વારા નિયમિત રૂપે દર બે કલાકે વરસાદની અને તેના લગતી સ્થિતિનું અપડેટ સતત આપતા રહેવા માટેના અગાઉથી નિયત પ્લાનને અનુસરવા આદેશ કરવામાં આવ્યો છે.કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક ચાલું રાખવામાં આવશે અને તેની પર અધિકારીઓ દ્વારા સતત મોનીટર કરવામાં આવશે.આ બેઠકમાં કલેક્ટરએ સંભવિત આફત બાદ આરોગ્ય, વીજળી, પાણી પૂરવઠો તાત્કિલક મળી રહે તે માટેના સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarat monsoon, Gujarati news, Monsoon forecast, Monsson season

આગામી સમાચાર