Home /News /madhya-gujarat /ખેડા: મહી કેનાલમાં ખાબકી કાર, ત્રણ દિવસ બાદ બે લોકોના મૃતદેહ મળ્યા, એકનો આબાદ બચાવ

ખેડા: મહી કેનાલમાં ખાબકી કાર, ત્રણ દિવસ બાદ બે લોકોના મૃતદેહ મળ્યા, એકનો આબાદ બચાવ

ખેડાના ઠાસરા તાલુકામાં આવેલી બાધરપુરાની

Kheda Car Accident: ઠાસરા તાલુકામાં આવેલી બાધરપુરાની મહી કેનાલમાં ગાડી ખાબકી હતી, એકનો આબાદ બચાવ થયો હતો જ્યારે ત્રણ દિવસ બાદ બે લોકોના મૃતદેહ મળી આવ્યા.

    ખેડા: ઠાસરા તાલુકામાં આવેલી બાધરપુરાની મહી કેનાલમાં ગાડી ખાબકી હતી. ગાડી ચાલક સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી. ત્રણ લોકો સાથે ગાડી કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં એક વ્ચક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને પગલે ગાડી સહિત અન્ય બે લોકોની સ્થાનિક તરવૈયા સહિત ફાયરની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આખરે ત્રણ દિવસના અંતે આજે ગાડી સહિત બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

    Kheda Accident (2)

    ગાડીમાં જ સવાર બે લોકોના મૃતદેહ મળી આવ્યા


    સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભાળ ન મળતા અમદાવાદની ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે કેનાલમાંથી ગાડીમાં જ સવાર બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના સ્થળે કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક ક્રેનની મદદથી ગાડી અને મૃતદેહ બહાર કરાવ્યા હતા.


    મૃતદેહને PM માટે ઠાસરાની હોસ્પિટલમાં ખસેડાયા


    અત્યારે મૃતદેહને પીએમ અર્થે ઠાસરાની સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગાડીમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતા ધર્મેન્દ્રપુરી ગોસાઈ, તેઓના ભાઈ અજયપુરી ગોસાઈ અને ભારતી બાપુ સવાર હતા. આ અકસ્માતમાં ધર્મેન્દ્ર ગીરી ગોસાઈનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય બે લોકો અજયપુરી ગોસાઈ અને ભારતી બાપુનો આજે મૃતદેહ મળી આવ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Car accident, અકસ્માત, ખેડા, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन