નડિયાદઃ શસ્ત્રપૂજા બાદ ફાયરિંગ કરવા જતાં અધિકારીના પેટમાં વાગી ગોળી

News18 Gujarati
Updated: October 19, 2018, 2:18 PM IST
નડિયાદઃ શસ્ત્રપૂજા બાદ ફાયરિંગ કરવા જતાં અધિકારીના પેટમાં વાગી ગોળી
અધિક મુખ્ય ઇજનેરને પેટમાં ગોળી વાગી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્મલ પાવર સ્ટેશન ખાતે શસ્ત્રપૂજા બાદ નિશાન તાકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ માટે ઝાડ પર એક પીપ બાંધવામાં આવ્યું હતું.

  • Share this:
નડિયાદઃ વર્ષોથી વિજયા દશમીએ શસ્ત્રનું પૂજન કરવાની પરંપરા ચાલી આવી છે. આ માટે સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટમાં ખાસ આયોજનો કરવામાં આવે છે. ગળતેશ્વરના સેવાલિયા પાસે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં પણ દેશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ગનમાંથી ફાયર થતા અધિક મુખ્ય ઇજનેર ઘાયલ થયા હતા. હાલ આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

ટ્રીગર દબાયા બાદ ગોળી ન છૂટતા થતા ઘટી દુર્ઘટના

મળતી માહિતી પ્રમાણે શસ્ત્રપૂજા બાદ કરવામાં આવતા ફાયરિંગ દરમિયાન અધિક મુખ્ય ઇજનેર ડી.એન. પંચાલ ઘાયલ થયા હતા. ફાયરિંગ વખતે ડી.એન.પંચાલથી ગનનું ટ્રીગર દબાયું ન હતું. આથી અન્ય એક અધિકારી તેમની મદદે ગયા હતા. મદદે ગયેલા અધિકારીએ ભૂલથી ટ્રીગર દબાવી દેતા અધિક મુખ્ય ઇજનેર ડી.એન.પંચાલના પેટમાં ગોળી વાગી હતી. બાદમાં તેમને તાત્કાલિક સારવાર માટે આણંદ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગોળીબાર અંગે તપાસ હાથ ધરી હતી. ગુરુવારે યોજાયેલા શસ્ત્રપૂજા બાદ ગોળીથી નિશાન તાકવાના કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

નિશાન તાકવા માટે ઝાડ પર પીપ બાંધવામાં આવ્યું

દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્મલ પાવર સ્ટેશન ખાતે શસ્ત્રપૂજા બાદ નિશાન તાકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ માટે ઝાડ પર એક પીપ બાંધવામાં આવ્યું હતું. તમામ ઇજનેરો આ પીપને નિશાન બનાવીને એક પછી એક ફાયરિંગ કરી રહ્યા હતા. અકસ્માત બાદ અધિક મુખ્ય ઇજનેર ડી.એન. પંચાલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઇજનેર ડાયાબિટીસના રોગથી પીડાતા હોવાથી તાત્કાલિક ઓપરેશન કરી શકાયું ન હતું.બીજી તરફ આ કેસમાં પોલીસ જણાવી રહી છે કે લાયસન્સ ધરાવનાર વ્યક્તિ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. જો લાયસન્સ ન ધરાવનાર વ્યક્તિએ ફાયરિંગ કર્યું હશે તો અમે આ અંગે કાયદેસરની કાર્યવહી હાથ ધરીશું.
First published: October 19, 2018, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading