ઉમંગ પટેલ, નડિયાદ: સામાન્ય બાબતમાં મુખ્ય દંડક અને નડિયાદના સિનીયર ધારાસભ્ય (Nadiad MLA) પંકજભાઈ દેસાઈ (Nadiad MLA Pankajbhai Desai)ને "જુહાપુરા (Juhapura)થી માણસો બોલાવી A.K 47 રાઇફલ લાવીને જુલૂસ કાઢીસ" એવી ધમકી આપનાર આણંદ (Anand)નો યુવક ઝડપાયો છે.
ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ (Nadiad)ના સીનયર ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ (Pankajbhai Desai)ને આણંદના એક યુવકે પોતાના પાસપોર્ટની અરજી અમદાવાદ (Ahmedabad) ખાતેની ઓફિસ ખાતે પેન્ડિંગ હોય અને તેઓની અરજીનો નિકાલના થતો હોય તેને ગુગલ પરથી નંબર શોધી આ કામ કરી આપવા ફોન કર્યો હતો. બાદમાં તેને પંકજભાઈને ટેલિફોનીક ધમકી આપી હતી કે તેઓ જો તેનું આ કામ નહીં થાય તો જુહાપુરાથી મુસ્લિમોને બોલાવી AK 47 જુલુસ કાઢીશ.
આ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઓ હતો. આવી ધમકી આપનાર આરોપીને જિલ્લા ફલોવ સ્વ્કોવડે ઝડપી પાડ્યો હતો. આણંદ શહેરના સલાટીયા રોડ ઉપર ભોજા કોમ્પલેક્ષ પાસે હાનીયા પાર્ક સોસાયટીમાં રહેતા વસીમભાઈ ઇલ્યાસભાઈ વોહરા નામના શખ્સે ચારેક વખત નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઈનો ટેલીફોન સંપર્ક કર્યો હતો. પોતાનો પાસપોર્ટ ન નીકળતા ભલામણ માટે આજીજી કરતો હતો.
ગત 7 જુલાઈના રોજ વસીમે પંકજ દેસાઈનો ટેલીફોનથી સંપર્ક સાદ્યા હતો અને પાસપોર્ટ માટે ભલામણ કરી હતી. આ અગાઉ વારંવાર ફોન કરવા છતાં કામ ન થતાં આક્રોશમાં આવેલા વસીમે આ વખતે મુખ્ય દંડક પંકજ દેસાઈને ધમકી આપતા જણાવ્યું કે, અમદાવાદના જુહાપુરામાંથી મુસ્લિમોને બોલાવી Ak 47 લાવીને નડિયાદ શહેરમાં જુલુસ કાઢીશુ તેવી ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી ધમકી આપનાર આણંદના યુવાન વસીમભાઈ ઇલ્યાસભાઈ વોહરાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં તેનુ મોટરસાયકલ ડીટેન થયુ હતું જે મામલે ગુનો બન્યો હતો અને તેથી તેનો પાસપોર્ટ ઈસ્યુ ન થતો હોવાનો અંદાજ હોવાથી પાસપોર્ટની કામગીરીમા અડચણ આવતી હતી. જેથી અમદાવાદની પાસપોર્ટ કચેરીમા ભલામણ કરવા વસીમે પંકજભાઈ દેસાઈને કહ્યું હતું. અને આવી ખોટી ભલામણ કરવાની ના પાડતા આ રીતે ધમકી આપી હોવાનું જણાવ્યું છે.
પોલીસે આરોપી વસીમ વ્હોરાનુ બેકગ્રાઉન્ડ જાણતા તે ફેરી કરતો હતો અને કોઈપણ જાતના ગુનામાં સંડોવાયેલા ન હોવાનું બહાર આવ્યું છે. વસીમની ધનિષ્ઠ પુછપરછમા તેણે જણાવ્યું હતું કે તેના પોતાના સગાવાલા વિદેશમાં હોવાથી ત્યા જવાની ઈચ્છા હતી. પરંતુ પાસપોર્ટ અમદાવાદ ઓફિસ ખાતે પેન્ડિંગમાં હોવાથી તે જઈ શકતો ન હતો. ગુગલ પરથી ધારાસભ્ય અને મુખ્યદંડકનો નંબર મેળવ્યો હતો. તો બીજી બાજુ પોલીસે જણાવ્યું છે કે વસીમે આક્રોશમાં આવી ફક્ત ધમકી આપી છે તેનો કોઈ એવો હેતુ નહોતો અને તેનુ બેકગ્રાઉન્ડ પણ ગુનાહિત પ્રવૃત્તિ વગરનું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર