Home /News /madhya-gujarat /Ahmedabad Cyber Crime: વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ભવિષ્ય સાથે થઈ શકે છે ચેડા
Ahmedabad Cyber Crime: વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ભવિષ્ય સાથે થઈ શકે છે ચેડા
(ફાઇલ ફોટો)
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અશરફ દરસોત, રવિ ઉર્ફે રવિન્દ્ર વાણી અને ચિરાગ ભટ્ટ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી અમદાવાદ અને વડોદરાના રહેવાસી છે. જેમણે છેતરપિંડી માટે એક નવી જ મોડસ ઓપરેન્ડી શોધી લીધી હતી.
અમદાવાદ: વિદેશમાં અભ્યાસ (Study abroad) કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન ભરવામાં આવતી ફી વિદેશી ક્રેડીટકાર્ડની મદદથી ડેટા હેક કરી છેતરપિંડી (Fraud) કરતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં અમદાવાદના પોલીસકર્મી (Ahmedabad Police) સાથે 5 લાખની છેતરપિંડી થઈ હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અશરફ દરસોત, રવિ ઉર્ફે રવિન્દ્ર વાણી અને ચિરાગ ભટ્ટ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી અમદાવાદ અને વડોદરાના રહેવાસી છે. જેમણે છેતરપિંડી માટે એક નવી જ મોડસ ઓપરેન્ડી શોધી લીધી હતી. જેમાં ભોગ બનનારને પણ લાંબા સમય બાદ જાણ થતી હતી કે તેઓ છેતરાઈ ગયા છે. આરોપીઓએ વિદેશ અભ્યાસ કરવા જતા લોકોને ટાર્ગેટ કરવાનુ શરુ કર્યુ હતું. આરોપીઓ ઓનલાઇન વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડનો ડેટા બિટકોઇન દ્વારા મેળવી વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની યુનિવર્સિટી ખાતે ભરવાની થતી ફી હેક કરેલ ક્રેડિટ કાર્ડના ડેટાના આધારે યુનિવર્સિટીની પેમેન્ટ લિંક દ્વારા પાઉન્ડ / ડોલરમાં ફી ભરાવી ભારતીય ચલણમાં રૂપિયા મેળવી લેતા હતા.
જો કોઈ કિસ્સામાં ફી ડીકલાઇન થાય તો પૈસા પરત આપતા નહીં. હાલમાં તો આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપી ચિરાગ વિઝાનુ કામ કરે છે. અને તેની પાસે સંખ્યાબધ્ધ આવા વિદ્યાર્થીઓ છે. જેથી ચિરાગ કોલેજમાં પેમેન્ટ કરવાની જબાવદારી સ્વિકારે છે. અને રવિ તથા અન્ય આરોપી અશરફ કે જે કાર્ડીંગ કરે છે, જેની મદદથી ઓનલાઈન વેચાતા કાર્ડનો ડેટા મેળવી છેતરપિંડીના કાર્ડથી ફી ભરતા હોવાનુ સામે આવ્યુ છે.
જોકે છેતરપિડીનું કાર્ડ હોવાથી કેટલીક યુનિવર્સિટી તે પેમેન્ટ ડીક્લાઈન કરી દે છે. જેથી આ મામલો સામે આવ્યોહતો. જેમાં અમદાવાદના પોલીસ કર્મીના દિકરાની ફી પણ આવી જ રીતે આરોપીએ ભરી હતી. જેથી તેની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની મોડસ ઓપરેંડી પર નજર કરતા આ કેસમાં ન માત્ર એક પરંતુ સંખ્યાબદ્ધ લોકો છેતરાયા હોવાનુ પોલીસ માની રહી છે. ત્યારે ત્રણેય આરોપી ઓ દ્વારા આચરેલા આ ગુનામાં અન્ય કેટલા ભોગ બનનાર સામે આવે છે તે મહત્ત્વનું છે.