Home /News /madhya-gujarat /

અમદાવાદમાં બુકાનીધારી સખ્શોએ કર્યું ધડાધડ ફાયરિંગ, રિક્ષાચાલકની હિંમતથી મહિલાનો જીવ બચ્યો

અમદાવાદમાં બુકાનીધારી સખ્શોએ કર્યું ધડાધડ ફાયરિંગ, રિક્ષાચાલકની હિંમતથી મહિલાનો જીવ બચ્યો

ઘટનાની જાણ મહિલા એ તેની દીકરીને કરતા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મહિલાએ જમીન ખાલી કરવાનું કહેતા દિપક ઠક્કરે ધમકી આપી હતી કે, તમારી જમીનનો દસ્તાવેજ રદ કરાવી દઇશું. હાલમાં પોલીસ એ આસપાસના વિસ્તારમાંથી સીસીટીટી ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે ફાયરિંગ કરનાર આરોપીઓ પકડશે ત્યારે જ હકીકત બહાર આવી શકે છે.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabad City)ના જુહાપુરા વિસ્તારમાં ગઇકાલે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરેલી મહિલા પર બાઇક પર આવેલા બે શખ્સોએ પિસ્તોલ જેવા હથિયારથી ધડાધડ ચાર રાઉન્ડ ફાયરીંગ (Firing In Juhapura) કરીને ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચારમચી ગઇ છે. જમીનની અદાવતમાં મહિલા પર ફાયરીંગ થયુ હોય તેવુ પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ મામલે ફાયરીંગ કરનાર શુટર પકડાય ત્યારબાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે.

મહિલા પોતાના ઘરે જતી હતી ત્યારે મોઢા પર રુમાલ બાંધીને બે શખ્સો બાઇક લઇને આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરીંગ કરીને નાસી છુટ્યા હતા. જુહાપુરા સરખેજ રોડ પર આવેલા રોયલ અકબર ટાવરમાં રહેતી 51 વર્ષિય મહિલા ગઇકાલે ફતેહવાડી પાસે આવેલા લોંખડવાલા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. લગ્નમાં હાજરી આપ્યા બાદ પોતાના ઘરે આવવા માટે રીક્ષામાં બેસીને મહિલા એકલી નીકળી હતી.

મહિલા રિક્ષામાં જુહાપુરા ટીપી 85 રોડ પર પહોચી ત્યારે બાઇક પર બે શખ્સો મોઢા પર રુમાલ બાંધીને આવ્યા હતા. ચાલકે પોતાનું બાઇક રીક્ષા નજીક લઇ ગયો હતો જ્યારે પાછળ બેઠેલા શખ્સે પોતાના ખીસામાંથી પિસ્તોલ કાઢી હતી અને મહિલા પર ટાંકીને ફાયરીંગ કરવા લાગ્યો હતો. શુટરે ધડાધડ ફાયરીંગ કરી દીધુ હતું. જેમાં પહેલી ગોળી મહિલાના પગમાં મારી હતી, બીજી ગોળી પેટમાં ઘુસી ગઇ હતી જ્યારે ત્રીજી ગોળી હાથ પર વાગી હતી. શુટર ચોથી ગોળી ચલાવે તે પહેલા મહિલા નમી ગઇ હતી. એક સાથે ચાર રાઉન્ડ ફાયરીંગ થતા રીક્ષા ચાલકે હીંમત રાખીને પોતાની રીક્ષા ભગાવી હતી અને સીધી રોયલ અકબર ટાવરના પાર્કિગમાં લઇ ગયો હતો.

આ પણ વાંચો- કોગ્રેસથી હાથ ખંખેરી શ્વેતા બ્રહ્મભટ્ટ કરશે કેસરિયો

ઘટનાની જાણ મહિલા એ તેની દીકરીને કરતા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પ્રોપર્ટીના વિવાદમાં આ ફાયરીંગ થયુ હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. ફરિયાદીના પિતાની વિરમગામ ખાતે જમીન આવેલી છે. ઘણા સમયથી આ જમીન પેટ્રોલ પંપ માટે ભાડા પેટે આપી હતી. જેનું ભાડુ ફરિયાદી લેતા હતા. ભાડા પર આપેલી જમીનનો કરાર વર્ષ 2020માં પતી ગયો હતો તે છતાંય ડીલર દિપક ઠક્કર, નવઘણ ભરવાડ અને દીપકનો ભત્રીજો જમીન ખાલી કરતા નહીં અને તેમણે ભાડુ પણ આપવાનું બંધ કરી દીધુ હતું.

આ પણ વાંચો- સદગુરુ જગ્ગી વાસુદેવે વિશ્વ ઉમિયાધામમાં શિલાપૂજન કર્યું

મહિલાએ જમીન ખાલી કરવાનું કહેતા દિપક ઠક્કરે ધમકી આપી હતી કે, તમારી જમીનનો દસ્તાવેજ રદ કરાવી દઇશું. હાલમાં પોલીસ એ આસપાસના વિસ્તારમાંથી સીસીટીટી ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે ફાયરિંગ કરનાર આરોપીઓ પકડશે ત્યારે જ હકીકત બહાર આવી શકે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad police, Firing, Gujarati news

આગામી સમાચાર