ખેડા: આઈશર ટેમ્પો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવાર 4ના મોત

News18 Gujarati
Updated: September 17, 2019, 6:25 PM IST
ખેડા: આઈશર ટેમ્પો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવાર 4ના મોત
પઠાવત ગામના એક જ પરિવારના ચારના મોત

રીક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા અને રીક્ષામાં સવાર એક જ પરિવારના ચાર લોકોના સ્થળ પર જ મોત થયા છે

  • Share this:
જનક જાગીરદાર, ખેડા: રાજ્ય સહિત દેશભરમાં રોજે રોજ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકની એક નજીવી ભૂલના પગલે કેટલાએ લોકો માર્ગ અકસ્માતમાં કમોતે મોતને ભેટે છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના ખેડા જીલ્લામાંથી સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધારવાસ પાસે ઈંટો ભરેલ આઈશર ટેમ્પો અને પેસેન્જર રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, પઠાવત ગામનો એક પરિવાર રિક્ષામાં બેસી હલધારવાસ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ઈંટો ભરેલી આઈસર ટેમ્પો સાથે તેની જબરદસ્ત ટક્કર થઈ. જેમાં રીક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા અને રીક્ષામાં સવાર એક જ પરિવારના ચાર લોકોના સ્થળ પર જ મોત થયા છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાથી પઠાવત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મૃતકો તથા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રો અનુસાર, ચાર લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે સ્થળ પર હાજર લોકો પાસેથી અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી મેળવી, મૃતકોની બોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: September 17, 2019
વધુ વાંચો
अगली ख़बर