Home /News /madhya-gujarat /

Cyber Crime: ડિવોર્સી મહિલાએ ઇન્સ્ટાગ્રામની ફ્રેંડ રિક્વેસ્ટ રિજેક્ટ કરતા યુવકે આચર્યું ભયાનક કૃત્ય

Cyber Crime: ડિવોર્સી મહિલાએ ઇન્સ્ટાગ્રામની ફ્રેંડ રિક્વેસ્ટ રિજેક્ટ કરતા યુવકે આચર્યું ભયાનક કૃત્ય

આરોપી યુવકે ડિવોર્સી મહિલાને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ કર્યા હતા

Ahmedabad Cyber Crime: બીજા એક બનાવમાં ગ્રેજ્યુએટ થયેલા યુવકે PHD થયેલી એક મહિલાને બીભત્સ મેસેજ કર્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી લીધી છે, આરોપી સૈફ સન ઓફ સલીમ જલાલુદ્દીન શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

વધુ જુઓ ...
ઈન્સ્ટાગ્રામ પર મોકલેલી રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે બદલો લેવાના ઈરાદે એવું કૃત્ય કર્યું કે, હવે આરોપીને જેલ સળીયા ગણવાનો વખત આવ્યો છે. સાયબર ક્રાઇમ (Cyber Crime)ની કસ્ટડીમાં આવેલા આરોપીનુ નામ આશિષ ગોધવાણી છે. તેને ડિવોર્સી મહિલા (Woman Teasing)ને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ (Social Media Teasing) કર્યા હતા. અને તે કરવા પાછળનું કારણ માત્ર એટલું હતું, કે યુવતીએ તેની ઇન્સ્ટાગ્રામ રિક્વેસ્ટ સ્વીકારી ન હતી.

યુવતીએ સોશિયલ મીડિયામાં ફ્રેડ રિક્વેસ્ટ એક્સેપ કરવા બદલ આરોપીએ દિપા ટેકવાની નામનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા હતા. જેથી યુવતીએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરવામા આવી છે. આરોપી આશિષની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે ગ્રાફિક્સ અને પ્રિન્ટીંગનુ કામ કરે છે. પરંતુ સમય પસાર કરવા માટે આ હરકત કરી છે.

આ પણ વાંચો- Surat Crime: ગ્રીષ્મા વેકરિયા કેસ બાદ સુરતના લોકોમાં ભારે રોષ, યુવતીને લવ લેટર આપનાર રોમિયોની ધોલાઇ

ત્યાં જ બીજા એક બનાવમાં ગ્રેજ્યુએટ થયેલા યુવકે PHD થયેલી એક મહિલાને બીભત્સ મેસેજ કર્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી લીધી છે, આરોપી સૈફ સન ઓફ સલીમ જલાલુદ્દીન શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

આરોપી અને યુવતી વચ્ચે બી.એ ની પરીક્ષા દરમ્યાન નંબરની આપ-લે કરવામાં આવી હતી અને આરોપીએ અવારનવાર મહિલાને કોલ કર્યો હતો અને મહિલાએ ફોન નહિં ઉપાડતા આરોપીએ મહિલાને ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ મોકલ્યા હતા. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો- Chardham Yatra: ચારધામ યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો શુ આવ્યો નવો નિયમ?

મહત્વ નું છે કે હાલમાં સોશિયલ મીડિયાનો જેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે. એવી જ રીતે અનેક લોકો દુરુપયોગ પણ કરતા હોય છે. જેથી આવા લોકોથી સતર્ક રેહવાની જરૂર છે અને આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા વારંવાર મેસેજ પણ આપવામાં આવે છે. હાલ તો બન્ને કેસોમાં આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad cyber crime, Ahmedabad police, Cyber Cell, Cyber ​​Crime latest news, અમદાવાદ પોલીસ

આગામી સમાચાર