Home /News /madhya-gujarat /

Gujarat Police: રાજ્યના પોલીસકર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર

Gujarat Police: રાજ્યના પોલીસકર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર

રાજ્ય પોલીસને સતત વધુ મજબૂત અને વધુ કાર્યક્ષમ બનાવવા રાજ્યની સરકાર છેલ્લાં બે દાયકાથી કટિબદ્ધ છે

પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા છેલ્લા 20 વર્ષમાં કુલ રૂ.3840 કરોડના ખર્ચે 31,146 રહેણાંક મકાનો અને 1525 બિનરહેણાંક મકાનો પૂર્ણ થયું છે. ત્યાં જ 9843 મકાનોનું બાંધકામ પ્રગતિમા છે. આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસકર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે.

વધુ જુઓ ...
રાજ્યના કુલ 25 જિલ્લાઓના પોલીસ વિભાગ (Gujarat Police)ના 57 મકાનોનું એક સાથે ઇ-લોકાર્પણ થશે. એકસાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ વિભાગના મકાનોના લોકાર્પણનો અદ્વિતિય પ્રસંગ બની રહેશે. અમદાવાદ (Ahmedabad)ના નારણપુરા ખાતે નિર્માણ થનાર અદ્યતન સ્પોર્ટસ સેન્ટર સંકુલ (Advanced Sports Center Complex)નું ખાત મુર્હુત કરાશે. ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન (Gujarat Police Housing Corporation) દ્વારા તૈયાર કરાયેલ પોલીસ સ્ટેશન, પોલીસના રહેણાંક આવાસો, ડોગ કેનાલ, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વર્કશોપ, માઉન્ટેડ યુનિટ, સ્પોર્ટ્સ ફેસીલીટી સહિતના બિલ્ડિંગના લોકાર્પણ થશે. હાજર મહેકમની સામે પોલીસ કર્મચારીઓને સરકારી આવાસ પૂરા પાડવાના સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પોલીસ સમગ્ર દેશમાં અગ્રેસર છે.

પોલીસ કર્મચારીઓની વેલ્ફેરને અગ્રતા

પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા છેલ્લા 20 વર્ષમાં કુલ રૂ.3840 કરોડના ખર્ચે 31,146 રહેણાંક મકાનો અને 1525 બિનરહેણાંક મકાનો પૂર્ણ થયું છે. ત્યાં જ 9843 મકાનોનું બાંધકામ પ્રગતિમા છે. આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસકર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી તા. 29 મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે. આ ઉપરાંત એજ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિક્સીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે તેવું અદભૂત અધ્યતન ટેક્નોલોજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાત મુર્હુત પણ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો-  જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યું

મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા તથા આરોપીઓને ઝડપથી સજા થાય તે માટે સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પુરી પાડવા રાજકોટ ખાતે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઉભુ કરાયુ છે. જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રીના  હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જિલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જિલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ/પદાધિકારીઓ પણ હાજર રહેશે.

મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્ય પોલીસને સતત વધુ મજબૂત અને વધુ કાર્યક્ષમ બનાવવા રાજ્યની સરકાર છેલ્લાં બે દાયકાથી કટિબદ્ધ છે. પોલીસ વિભાગની રોજીંદી કામગીરી માટે આવશ્યક એવા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાર્ટર, અલગ-અલગ સ્તરના અધિકારીઓની કચેરીઓ સહિતના પોલીસને લગતાં મકાનો અદ્યતન બને અને તેમાં નાગરિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે તથા પોલીસ કર્મચારીઓને ભાડામુકત રહેઠાણની સુવિધા મળી રહે તેને રાજ્ય સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને રહેવા માટે મકાનો પૂરા પાડી શકાય અને પોલીસ વિભાગની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવી શકાય તેવા બિનરહેણાંક મકાનો બનાવવા માટે ચોક્ક્સ એકશન પ્લાન સાથે કામ કરે છે. જેના ભાગ રૂપે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા હાલમાં ગુજરાત પોલીસ માટે ઉત્તમ સુવિધા ધરાવતા ગુણવત્તાયુકત નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક આવાસો તેમજ નવીન પોલીસ સ્ટેશનો મળી કુલ-57 કામો પૂર્ણ કરાયા છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે  કરવામાં આવનાર છે.

આ પણ વાંચો- અલગતાવાદી યાસીન મલિકની પત્ની એક સમયે ન્યૂડ પેઈન્ટિંગ્સ બનાવવા માટે હતી ફેમસ

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, પોલીસ આવાસ નિગમ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધીમાં 48,650 જેટલા વિવિધ કક્ષાના રહેણાંક મકાનોનું બાંધકામ રૂ.443.81 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવાસ નિગમ દ્વારા બિનરહેણાંકના મકાનો જેવા કે, પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ, એસ.પી. ઓફિસ, બેરેક, જેલ, એમ.ટી. સેકશન વગેરેના બાંધકામની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે. આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં 37463 જેટલા વિવિધ પ્રકારના રહેણાંક મકાનોનું બાંધકામ રૂ.2241 કરોડના ખર્ચે તથા 1548 જેટલા વિવિધ પ્રકારના બિનરહેણાંક મકાનોનું બાંધકામ રૂ.1747 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. તેમણે ઉમેર્યુ કે, પોલીસ કર્મચારીઓને સુવિધાયુકત મકાન પુરૂ પાડવાના હેતુસર રાજય સરકાર દ્વારા અગાઉના મકાનોની ડીઝાઇનમાં સુધારો કરી રહેણાંક મકાનની સુવિધાઓના ક્ષેત્રફળમાં વધારો કરી પોલીસ કોન્સ્ટેબલ/જેલ સિપાહીઓને 1BHK મકાનને બદલે 2BHK મકાન વિવિધ સવલતો સાથે આપવાનો નિર્ણય કરાયો છે. આ મકાનોમાં બેડરૂમ તથા કિચનમાં વુડન કબાટ તથા મોડયુલર કિચનની સવલત, બહુમાળી/હાઇરાઈઝ મકાનોમાં લીફટની સવલત, કેમ્પસમાં પાર્કિંગ શેડની વ્યવસ્થા, કેમ્પસમાં સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોકની સગવડ, બાળકો માટે રમત-ગમતના સાધનો, કસરતના સાધનો, આંગણવાડી તથા બાગ-બગીચા તથા પ્રસંગો ઉજવી શકાય તેવી જગ્યાની સગવડ, ગેસ કનેકશન વિગેરે સગવડો આપવામાં આવે છે.

આ તમામ મકાનો રૂ. 347.8 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. આ મકાનોમાં 18.54 કરોડના ખર્ચે બનેલ અમદાવાદ શહેરની દેવજીપુરા પોલીસ લાઇન તથા 19.76 કરોડના ખર્ચે બને ચાંદખેડા પોલીસ લાઇન, 35.97 કરોડના ખર્ચે બનેલ ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર ખાતેના રહેણાંક મકાનો 13.42 કરોડના ખર્ચે બનેલ. રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતેના રહેણાંક મકાનો, 18.90 કરોડના ખર્ચે બનેલ મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, 13.12 કરોડના ખર્ચે બનેલ છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી જેવા મોટા પ્રોજેકટ સહિતના 57 મકાનોનો સમાવેશ થાય છે.નોંધપાત્ર છે કે રાજ્ય પોલીસમાં હાજર મહેકમના આશરે 80 હજાર કર્મચારીઓની સામે સરકારશ્રી દ્વારા 47 હજાર જેટલા મકાનો પોલીસ કર્મચારીઓને પૂરા પાડવામાં આવેલ છે. આ સેટીસ્ફેકશન રેશિયો 58% જેટલો થાય છે જે સમગ્ર દેશમાં ઉત્તમ છે.હાલમાં પણ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા 98.43 મકાનોનું બાંધકામ ચાલી રહેલ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad police, Gujarat police, Gujarati news, હર્ષ સંઘવી

આગામી સમાચાર