Home /News /madhya-gujarat /ગુજરાતના NRI લોકોના ગામમાં બની ગજબની ઘટના, પોલીસે રેડ પાડી અને બુટલેગરને આવ્યો હાર્ટ એટેક

ગુજરાતના NRI લોકોના ગામમાં બની ગજબની ઘટના, પોલીસે રેડ પાડી અને બુટલેગરને આવ્યો હાર્ટ એટેક

પેટલાદ ગ્રામ્ય પોલીસ વિનોદ તળપદાને તાત્કાલિક ધર્મજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગઈ હતી.

પેટલાદ તાલુકાના ધર્મજ ગામના તળપદા વાસમાં પેટલાદ ગ્રામ્ય પોલીસ દેશી દારૂનો વેપલો કરતા વિનોદ તળપદાને ત્યાં રેડ કરવા ગઈ હતી. તે સમયે વિનોદ તળપદા પેટલાદ ગ્રામ્ય પોલીસને જોઈ ગભરાઈ ગયો હતો અને તેને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો.

જનક જાગીરદાર, આણંદ: બોટાદ અને બરવાળા લઠ્ઠાકાંડ પછી રાજ્ય સરકાર ગૃહ વિભાગના આદેશ બાદ આણંદજિલ્લા પોલીસે ખાસ કરીને જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં દેશી દારૂની બદીને દૂર કરવાના પ્રયાસ શરુ કર્યા છે. ગુજરાતનું એનઆરઆઈ ગામ (NRI Village) અને પેટલાદ તાલુકાના ધર્મજ ગામે (Dharmaj Village) તળપદા વાસમાં પેટલાદ ગ્રામ્ય પોલીસે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. જ્યાં બુટલેગર વિનોદ તળપદા પોલીસને જોઈ ગભરાઈ જતા તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયુ હતું.

પેટલાદ તાલુકાના ધર્મજ ગામના તળપદા વાસમાં પેટલાદ ગ્રામ્ય પોલીસ દેશી દારૂનો વેપલો કરતા વિનોદ તળપદાને ત્યાં રેડ કરવા ગઈ હતી. તે સમયે વિનોદ તળપદા પેટલાદ ગ્રામ્ય પોલીસને જોઈ ગભરાઈ ગયો હતો અને તેને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો. જેથી પેટલાદ ગ્રામ્ય પોલીસ વિનોદ તળપદાને તાત્કાલિક ધર્મજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગઈ હતી. જ્યાં ફરજ પર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે મૃતક વિનોદના પિતા શનાભાઈએ ન્યુઝ18 ના કેમેરા સામે વિનોદ દારૂ વેચાતો હોવાનું કબુલ્યું છે.પેટલાદ ગ્રામ્ય પોલીસ મૃતક વિનોદની લાશને કરમસદ શ્રીકૃષ્ણઃ હોસ્પિટલ ખાતે 3 ડોક્ટરોની પેનલમાં ફોરેન્સિક નિષ્ણાત સાથે પોસ્ટ મોર્ટમ કરાવી પોલીસે મૃતકની લાશનો કબ્જો અંતિમવિધિ માટે મૃતકના પરિવારને સોંપ્યો હતો. જો કે વિનોદની પારિવારિક હિસ્ટ્રી એવી છે કે અગાઉ દેશી દારૂ વેચવાના ગુહનામાં તેની માતા સામે 2 પોલીસ કેસ થયેલ છે.

આ પણ વાંચો-દારૂ કેમ માણસ પર હાવી થઇ જાય છે? હકીકત જાણી તમે પણ માથું ખંજવાળશો

ગઈકાલ પોલીસ ધર્મજના તળપદાવાસમાં દેશી દારૂના વેચાણ કરનાર વિનોદ તળપદાને ત્યાં રેડ કરવા ગઈ ત્યારે 3 જેટલા કોન્સ્ટેબલને તળપદા વાસના લોકોએ બંદી બનાવી માર માર્યો હતો તેવી વાત વહેતી થઇ હતી. જેને પેટલાદ ડીવાયએસપી એ આ વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.
First published:

Tags: Anand, Gujarati news, આણંદ

विज्ञापन