Ahmedabad Crime: મિત્રથી વધુ એવા કૌટુંબિક ભાઈની જ હત્યા, આરોપી ભાગ્યો નહીં પણ લાશ પાસે જ બેસી રહ્યો
Ahmedabad Crime: મિત્રથી વધુ એવા કૌટુંબિક ભાઈની જ હત્યા, આરોપી ભાગ્યો નહીં પણ લાશ પાસે જ બેસી રહ્યો
શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી
અસલમની હત્યા બાદ આબીદને અફસોસ થયો હતો, જેથી તે ભાગવાની જગ્યાએ ત્યાં જ બેસી રહ્યો હતો. ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી શહેરમાં હત્યા ચોરી લૂંટ અને બળાત્કાર જેવા કિસ્સા વધી રહ્યા છે.
અમદાવાદ: શહેરના ગોમતીપુર (Gomtipur Murder) વિસ્તારમાં એક યુવકની હત્યા (Murder) કરવામાં આવી હતી. એક જ મકાનમાં ઉપર નીચે રહેતા અને કૌટુંબિક સંબંધીઓમાં પ્રેમ સંબંધ (Love Affaire)ની શંકાના આધારે આ હત્યા (Murder Case) કરવામાં આવી છે. ગોમતીપુર પોલીસે (Gomtipur Police) આ મામલે ગુનો નોંધી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. જોકે મિત્રની હત્યા કર્યા બાદ આરોપી મિત્ર ઘટનાસ્થળે જ બેસી રહ્યો હતો અને તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો નહતો.
મળતી માહિતી મુજબ ગોમતીપુર વિસ્તારમાં રહેતા આબીદ પઠાણને તેનાં જ મકાનમાં ઉપરના માળે રહેતા કુટુંબી ભાઈ એવા અસલમ સાથે તેની પત્નીને પ્રેમસંબંધ હોવાની શંકા હતી. આબીદ ગોડાઉનમાં નોકરી કરે છે. અસલમ અને આબીદ કુટુંબી ભાઈઓની સાથે ખાસ મિત્રો પણ હતા. પરંતુ એક વર્ષ પહેલાં આબીદના લગ્ન થયા અને થોડા મહિના બાદ અસલમ અને તેની પત્નીને લઈને શંકા શરૂ થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા અને પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને આબીદે ઝઘડા શરૂ કર્યા હતા.
જોકે આ શંકાનો આક્રોશ એટલો વધ્યો કે અસલમ અને આબીદ જાહેર રોડ પર બેઠા હતા ત્યારે એકાએક બન્ને વચ્ચે મારમારી થઇ ગઇ હતી. જેમાં વાત એટલી હદે ઉગ્ર બની કે આબીદ તલવાર લઇને આવ્યો હતો અને અસલમને મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં અસલમ જમીન પર ઢળી પડ્યો હતો, જ્યાં સ્થાનિકો તેમજ પરિવારનો સભ્યો દોડી આવ્યા હતા. અસલમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
અસલમની હત્યા બાદ આબીદને અફસોસ થયો હતો, જેથી તે ભાગવાની જગ્યાએ ત્યાં જ બેસી રહ્યો હતો. ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી શહેરમાં હત્યા ચોરી લૂંટ અને બળાત્કાર જેવા કિસ્સા વધી રહ્યા છે. પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. આગામી દિવસોમાં પોલીસે નક્કર પગલાં લઈ આ પ્રકારની ઘટના બનતા અટકાવવી જરૂરી બની હોવાનું લોકો માની રહ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર