અમદાવાદના સોલામાં પાડોશી યુવકનું કારસ્તાન, છ વર્ષના બાળકને માર મારી આવાવરૂ જગ્યાએ ફેંકી આવ્યો
અમદાવાદના સોલામાં પાડોશી યુવકનું કારસ્તાન, છ વર્ષના બાળકને માર મારી આવાવરૂ જગ્યાએ ફેંકી આવ્યો
ઘટનાની ગંભીરતા જોઇ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતા દાખવી જોઇ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને માત્ર 30 મિનિટમાં જ ઘટનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે. સૌ પ્રથમ પોલીસે ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં એક જ ગાડી ફ્લેટની બહાર અને થોડી વારમાં પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અન્ય સીસીટીવી તપાસ કરતા આરોપી બાળકને કારની ડેકીમાં મૂકતો હોવાનું નજરે પડ્યું હતું. જેના આધારે પોલીસે તે જ ફ્લેટના એ બ્લોકમાં રહેતા રાહુલ પટેલ નામના યુવકની પૂછપરછ કરી હતી.
અમદાવાદ (Ahmedabad)ના સોલા વિસ્તારમાં છ વર્ષના બાળકનું પાડોશી યુવકે અપહરણ (Child abduction) કર્યું હતું. એટલું જ નહિં અપહરણ (Kidnapping) કરી બાળકનાં માથાનાં ભાગે બોથડ પદાર્થ મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી આવાવરૂ જગ્યાએ ફેંકી આવ્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજે પોલીસને આરોપી સુધી પહોંચાડી દીધી હતી. અને આરોપીની કરતૂતોનો પર્દાફાશ થયો છે.
શહેરના સોલા વિસ્તારમાં આવેલ પાર્ક વ્યું એપાર્ટમેન્ટમાં ગઇકાલે મોડી સાંજે છ વર્ષનો બાળક રમતા રમતા ગુમ થઈ ગયો હતો. જો કે લાંબા સમય સુધી અન્ય બાળકો સાથે રમતો આ બાળક નજરે ના પાડતા સોસાયટીના રહીશો દ્વારા આ બાબતની જાણ તેની માતાને કરવામાં આવી હતી. બાદમાં સોસાયટીના તમામ સભ્યોએ આસપાસ, પાર્કિંગમાં અને છતો પર તપાસ કર્યા બાદ પણ બાળક મળી ના આવતા અંતે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
અમદાવાદના સોલામાં સોસાયટીમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ
ઘટનાની ગંભીરતા દાખવી જોઇ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને માત્ર 30 મિનિટમાં જ ઘટનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે. સૌ પ્રથમ પોલીસે ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં એક જ ગાડી ફ્લેટની બહાર અને થોડી વારમાં પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અન્ય સીસીટીવી તપાસ કરતા આરોપી બાળકને કારની ડેકીમાં મૂકતો હોવાનું નજરે પડ્યું હતું. જેના આધારે પોલીસે તે જ ફ્લેટના એ બ્લોકમાં રહેતા રાહુલ પટેલ નામના યુવકની પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન તે ભાંગી પડ્યો હતો. અને પોતે જ આ બાળકનું અપહરણ કરીને તેને માથાનાં પાછળનાં ભાગે ઈંટના ફટકા મારી ઇજા પહોંચાડીને શીલજ નજીક અવાવરૂ જગ્યામાં ફેંકી આવ્યો હતો. જેથી પોલીસ એ તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરતા બાળક બેભાન હાલતમાં ઇજાગ્રસ્ત જોવા મળ્યું હતું. જેને પોલીસે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી આરોપી વિરૂદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી અહી ભાડે રહે છે. પરંતુ હાલ કોઈ કામ ધંધો ના હોવાથી બેકાર છે. જેને પણ આઠ મહિનાનું બાળક છે. આરોપીનો પ્લાન બાળકનું અપહરણ કરીને તેના માતા-પિતા પાસેથી ખંડણી માંગવાનો હતો. પરંતુ પોલીસે તેના પ્લાન પર પાણી ફેરવી દીધું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર