Home /News /madhya-gujarat /Nadiad News: BSF જવાનની હત્યા કરનાર 7 આરોપીઓની ધરપકડ, ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી અંતિમસંસ્કાર કર્યા
Nadiad News: BSF જવાનની હત્યા કરનાર 7 આરોપીઓની ધરપકડ, ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી અંતિમસંસ્કાર કર્યા
BSF જવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.
ખેડાના નડિયાદ તાલુકાના વનીપુરા ગામમાં થોડાં દિવસ પહેલાં BSF જવાનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે સાત આરોપીની ધરપકડ કરી છે અને ગાર્ડ ઓફ ઓનર આપીને જવાનના અંતિમંસંસ્કાર કર્યા હતા.
નડિયાદઃ ખેડાના નડિયાદ તાલુકાના વનીપુરા ગામમાં થોડાં દિવસ પહેલાં એક હત્યા કરવામાં આવી હતી. જેમાં પોતાની દીકરીનો વીડિયો વાયરલ કરવા બાબતે BSF જવાન યુવકના ઘરે જઈને તેને ઠપકો આપવા પહોંચે છે ત્યારે યુવકના પરિવારજનો લાકડી અને તલવારોથી હુમલો કરે છે. જેમાં બીએસએફ જવાનનું મોત થાય છે. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી પ્રમાણે, મૃતક બીએસએફ જવાનનું નામ મેલાજી વાઘેલા હતું. તેમની દીકરીનો વીડિયો વાયરલ કરવા બાબતે તેઓ પત્ની અને પુત્ર સાથે વીડિયો વાયરલ કરનારા યુવકને ઘરે તેને ઠપકો આપવા ગયા હતા. ત્યારે યુવકના પરિવારજનો મેલાજી સહિત તેમના પરિવાર પર લાકડી અને તલવારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેમાં મારામારી દરમિયાન મેલાજી અને તેમના પુત્ર નવદીપને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે બીએસએફ જવાન મેલાજીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્રને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે આજે મૃતક બીએસએફ જવાનના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમાં બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ તપાસની ઝડપ વધારીને ચકલાસી પોલીસે શૈલેષ સહિત સાત આરોપીની ધરપકડ કરી છે. આ મામલે મૃતક બીએસએફ જવાનના પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર