Home /News /madhya-gujarat /

Ahmedabad Metro: આ રૂટ પર થરૂ થશે મેટ્રોના રેલના ફેઝ 2ના છેલ્લા સેક્શન કામ, 10 કંપનીએ લગાવી કરોડની બિડ

Ahmedabad Metro: આ રૂટ પર થરૂ થશે મેટ્રોના રેલના ફેઝ 2ના છેલ્લા સેક્શન કામ, 10 કંપનીએ લગાવી કરોડની બિડ

એપેરલ

એપેરલ પાર્કથી થલતેજ સુધીના પૂર્વ-પશ્ચિમ કોરિડોરનું પરીક્ષણ ચાલું

અમદાવાદ મેટ્રોના ફેઝ 2નો છેલ્લો વિભાગ 7.5 કિલોમીટરથી વધુ લાંબો છે અને અમદાવાદ મેટ્રોના ઉત્તર-દક્ષિણ કોરિડોરને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિર સુધી લંબાવવામાં મદદ કરશે.

    અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) મેટ્રોના ફેઝ 2નો છેલ્લો વિભાગ 7.5 કિલોમીટરથી વધુ લાંબો છે અને અમદાવાદ મેટ્રોના (Metro) ઉત્તર-દક્ષિણ કોરિડોરને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર શહેરમાં (City) મહાત્મા મંદિર સુધી લંબાવવામાં મદદ કરશે.

    ફેઝ 2 નું નિર્માણ કરવા 10 કંપનીઓએ રૂ. 600 કરોડના ખર્ચે બિડ લગાવી

    ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ મેટ્રોના ફેઝ 2ના (Phase 2) અંતિમ ભાગનું નિર્માણ કરવા માટે ઓછામાં ઓછી 10 કંપનીઓએ રૂ. 600 કરોડના અંદાજિત ખર્ચે બિડ (Bid) લગાવી છે. આ વિભાગમાં સાત સ્ટેશન છે અને તે સચિવાલય , જૂના સચિવાલયને સેક્ટર-1 અને મહાત્મા મંદિર વચ્ચે જોડશે.

    Afcons ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રણજીત બિલ્ડકોન, દિલીપ બિલ્ડકોન, GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, JMC પ્રોજેક્ટ્સ, URC કન્સ્ટ્રક્શન્સ જેવી મોટી કંપનીઓ (Companies) પ્રોજેક્ટ માટે બિડ કરેલી કંપનીઓમાં સામેલ છે. તેમના સિવાય મેસર્સ YFC પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મોન્ટેકાર્લો લિમિટેડ, મેસર્સ કલથિયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન અને અશોકા બિલ્ડકોન લિમિટેડ, મેસર્સ આરવીએનએલ અને દિનેશ ચંદ્ર આર અગ્રવાલ અને મેસર્સ કેઈસી અને સીવીસીસીનું એક કન્સોર્ટિયમ સંયુક્ત સાહસ છે. આ કંપનીઓએ પણ પ્રોજેક્ટ (Project) માટે બિડ કરી છે.

    મેટ્રોનો ફેઝ-2 22.8 કિલોમીટર જેટલો લાંબો

    અમદાવાદ મેટ્રોનો ફેઝ 2 22.8 કિલોમીટર લાંબો છે. જેનું બાંધકામ (Construction) પહેલેથી જ પ્રગતિમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને GNLU મેટ્રો સ્ટેશન અને GNLU થી GIFT સિટી વચ્ચેનો ભાગ Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. GNLU અને ગાંધીનગર સેક્ટર-1 વચ્ચેનો વિભાગ રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: નડિયાદ: પિતાએ સગી દીકરી પર બીજી વખત બળાત્કાર ગુજારતા ચકચાર

    ઓગસ્ટ 2022માં પ્રથમ તબક્કાના 40 કિલોમીટરના રૂટના બાકીના ભાગને કાર્યરત કરવાની યોજના

    હાલમાં અમદાવાદ મેટ્રોના ફેઝ 1 માં માત્ર 6.5 કિલોમીટર જ કાર્યરત છે. આ ભાગ માર્ચ 2019 માં લોકસભાની (Lok Sabha) ચૂંટણી પહેલા કાર્યરત કરવામાં આવ્યો હતો. જ્યારે PM નરેન્દ્ર મોદીએ પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર વસ્ત્રાલ ગામ અને એપેરલ પાર્ક વચ્ચેના વિભાગ પર સવારી કરી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ઓગસ્ટ 2022માં પ્રથમ તબક્કાના 40 કિલોમીટરના રૂટના (Root) બાકીના ભાગને કાર્યરત કરવાની યોજના ધરાવે છે.

    આ પણ વાંચો: માતાએ નવ માસની દીકરીનું ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત

    એપેરલ પાર્કથી થલતેજ સુધીના પૂર્વ-પશ્ચિમ કોરિડોરનું પરીક્ષણ ચાલું

    GMRC હાલમાં ઉત્તર દક્ષિણ કોરિડોર કે જે વાસણા APMC થી મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી વિસ્તરે છે અને એપેરલ પાર્કથી થલતેજ સુધીના પૂર્વ-પશ્ચિમ કોરિડોર (Corridor) પર પરીક્ષણ ચાલી રહ્યું છે. થલતેજ અને થલતેજ ગામ વચ્ચેનો વાયડક્ટ વિભાગ હજુ પણ બાંધવામાં આવી રહ્યો છે અને ઑગસ્ટ 2022 સુધીમાં તૈયાર થઈને લૉન્ચ (Launch) થશે તેવી અપેક્ષા નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    આગામી સમાચાર