Home /News /madhya-gujarat /Ahmedabad Crime: પરિણીતા ને ત્રાસ આપતા પતિએ કહ્યું,'મારે તને છૂટાછેડા આપી બીજી લાવવાની છે'
Ahmedabad Crime: પરિણીતા ને ત્રાસ આપતા પતિએ કહ્યું,'મારે તને છૂટાછેડા આપી બીજી લાવવાની છે'
દહેજની માંગણી કરીને પરિણીતાને ત્રાસ આપતા પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે
જુહાપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2019માં થાય હતા. લગ્ન બાદ તે તેના સાસરીમાં રહેવા માટે ગઈ હતી. લગ્નના એક વર્ષ સુધી તેને તેના સાસરિયાએ સારી રીતે રાખેલ હતી. બાદમાં તેના સાસુ-સસરા ઘરકામની નાની-નાની બાબતોમાં હેરાન પરેશાન કરવાનુ શરૂ કર્યું હતું.
Ahmedabad News: હાલમાં જાણે મહિલાઓ પર અત્યાચારના કિસ્સામાં સખત વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ કરીને કોરાનાકાળમાં લાગેલા લોકડાઉન બાદ ઘરેલુ હિંસા અને મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓમાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક ઘરેલું હિંસા (Domestic violence) અને દહેજની માંગણી (Push for dowry)નો કેસ પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે.
અમદાવાદાં ઘરકામ જેવી નાની-નાની બાબતોમાં તને કામ નથી આવડતું, તારા બાપના ઘરેથી કશું શીખીને નથી આવી. તેમજ મારે તને છૂટાછેડા આપવાના છે, મારે બીજી લાવવાની છે. અને દહેજની માંગણી કરીને પરિણીતાને ત્રાસ આપતા પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
જુહાપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2019માં થાય હતા. લગ્ન બાદ તે તેના સાસરીમાં રહેવા માટે ગઈ હતી. લગ્નના એક વર્ષ સુધી તેને તેના સાસરિયાએ સારી રીતે રાખેલ હતી. બાદમાં તેના સાસુ-સસરા ઘરકામની નાની-નાની બાબતોમાં હેરાન પરેશાન કરવાનુ શરૂ કર્યું હતું. અને પરિણીતાને તેના પિયર પણ જવા દેતા ના હતા. જોકે આ બાબતની જાણ તે તેના પતિને કરે તો તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો અને મારે તને છૂટાછેડા આપવાના છે, મારે બીજી લાવવાની છે. તેમ કહીને જાણે કે તેને ઘરમાં ના રાખવી હોય તેમ વર્તન કરતા હતા.
પરિણીતાનો આરોપ છે કે તેનો પતિ તેને ઘર ખર્ચ માટે પણ રૂપિયા આપતો ના હતો. અને તારા બાપના ઘરેથી કરિયાવરમાં કઈ લાવી નથી, રૂપિયા અને દાગીના મંગાવી દેજે તેમ કહીને દહેજની માંગણી કરતા હતા. તેની સાસુ ફોન રાખવાની અને પિયરમાં કોઈની સાથે વાતચીત કરવાની પણ મનાઈ કરતા હતા. પરિણીતાની નણંદ પણ તેના પતિની ચડામણી કરીને તું આને છૂટાછેડા આપી દે, આપણે આના કરતા સારી ભાભી લાવીશું. તેમ કહેતા પરિણીતાનો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. આમ અંતે કંટાળીને પરિણીતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે.