આરોપીઓ RBIના અધિકારી તરીકે વાત કરીને રૂપિયા પરત મળી જશે તેઓ વિશ્વાસ આપતા હતાં.
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પસાભાઈ પટેલ વર્ષ 2011માં તલોદ ખાતેના એક એજન્ટ પાસેથી ઇન્ડિયા ફર્સ્ટ કંપનીની દસ વર્ષની વીમા પોલિસી લીધી હતી. જો કે એક વર્ષ માટે રૂપિયા 50 હજારનું પ્રીમિયમ ભર્યા બાદ બીજું પ્રીમિયમ ભર્યું ના હતું. March 2021માં તેમના પર ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતો કોઈનો ફોન આવ્યો હતો.
અમદાવાદ શહેર (Ahmedabad City) માં નિવૃત્ત શિક્ષકે (Teacher) લીધેલ વીમા પોલિસીનું પ્રીમિયમ નિયમિત ભર્યું ના હોવા છતાં ગઠીયાઓએ તેમના જણાવ્યા મુજબ રૂપિયા ભરશો તો પોલીસીના રૂપિયા મળશે, તેમ કહીને ગઠીયાઓએ રૂપિયા 35 લાખ 13 હજાર (fraud) પડાવી લીધા છે. જો કે ફરિયાદી રૂપિયા મેળવવા માટે પૂછપરછ કરે તો આરોપીઓ RBIના અધિકારી તરીકે વાત કરીને રૂપિયા પરત મળી જશે તેઓ વિશ્વાસ આપતા હતાં.
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પસાભાઈ પટેલ વર્ષ 2011માં તલોદ ખાતેના એક એજન્ટ પાસેથી ઇન્ડિયા ફર્સ્ટ કંપનીની દસ વર્ષની વીમા પોલિસી લીધી હતી. જો કે એક વર્ષ માટે રૂપિયા 50 હજારનું પ્રીમિયમ ભર્યા બાદ બીજું પ્રીમિયમ ભર્યું ના હતું. March 2021માં તેમના પર ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતો કોઈનો ફોન આવ્યો હતો.
જેમણે જણાવ્યું હતું કે તમે તમારી પોલીસીનું એક પ્રિમીયમ ભરેલ છે, જે પોલીસી વર્ષ 2020માં પાકી રહેલ છે. જો કે તમે પ્રિમીયમ ભરેલ નથી એટલે તમને અમે કહીશું તેમ રૂપિયા ભરશો તો પોલીસીની રકમ મળશે. એટલું જ નહી આ ગઠીયા ઓએ ફરિયાદીને તેમની પોલીસની વિગતો પણ આપી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવી જતા રૂપિયા ક્યાં અને કેવી રીતે ભરવાના તે અંગે માહિતી માંગતા ગઠીયાઓએ બેંક એકાઉન્ટ નંબર આપ્યા હતા. જેમાં ફરિયાદીએ અલગ અલગ સમયે કુલ રૂપિયા 35 લાખ 13 હજાર ભર્યા હતા. જ્યારે પોલિસીના રૂપિયા અંગે ફરિયાદી પૂછપરછ કરે તો આરોપીઓ RBI ના અધિકારી તરીકે વાત કરીને રૂપિયા પરત મળી જશે તેઓ વિશ્વાસ આપતા હતાં.
આમ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ માં સાયબર ક્રાઇમે આ અંગે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.