મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દાહોદમાં બે કલાકમાં 4 ઇંચ

ભારે વરસાદના (Heavy Rain) કારણે દાહોદ (Dahod) રેલવે સ્ટેશન (Railway Station) પર પાણી ભરાયા, દાહોદ શહેરમાં સવારે 6.00થી 8.00 સુધીમાં 4 ઇંચ, જિલ્લાના સંજેલીમાં 2 ઇંચ કડાણામાં 1.5

News18 Gujarati
Updated: September 13, 2019, 9:05 AM IST
મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, દાહોદમાં બે કલાકમાં 4 ઇંચ
વરસાદના પગલે દાહોદ રેલવે ટ્રેક પર પાણી ભરાયા હતા. (તસવીર : વીડિયો ગ્રેબ)
News18 Gujarati
Updated: September 13, 2019, 9:05 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ચોમાસું (Monsoon) અંતિમ તબક્કામાં પહોંચ્યું હોવા છતાં વરસાદ (Rain) વિરામ લેવાનું નામ નથી લેતો. આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. રાજ્યના મધ્ય ગુજરાતમાં (central Gujarat) કેટલાક વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે 6.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધીમાં રાજ્યનાં દાહોદ (Dahod) જિલ્લામાં અનરાધાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે. દાહોદ શહેરમાં બે કલાકમાં 4 ઇંચ તો જિલ્લાના સંજેલી (sanjeli)માં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

દાહોદ ઉપરાંત મધ્ય ગુજરાતના પંચમહાલ અને મહિસાગર (Mahisagar) જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. પંચમહાલના (panchmahal) મોરવા હડફમાં બે કલાકમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે મહિસાગારના કડાણામાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત દાહોદ જિલ્લાના સિંગવડમાં એક, ગરબાડામાં એક ઝાલોદમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 6 તાલુકામાં સવારે 6.00થી 8.00 વાગ્યા સુધીમાં એકથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :  30 સપ્ટેમ્બર સુધી PUCમાં રાહત, HSRP નંબર પ્લેટ લગાવવા માટે વધુ એક મહિનો લંબાવાયો

ભારે વરસાદના કારણે ગઈકાલે રાત્રે દાહોદ એસ.ટી. મથકની બહાર ખૂબ પાણી ભરાયું હતું જ્યારે આજે સવારે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયું છે. રાજ્યનાં 10 તાલુકામાં સવારે બે કલાકમાં 10 મિ.મીથી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવર્ષે રાજ્યનો એક પણ તાલુકો કોરો રહ્યો નથી. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ ખૂણે 100 ટકા કરતાં વધારે વરસાદ વરસ્યો છે.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...