વડોદરાની SSG હૉસ્પિટલમાં બાળકોના વિભાગમાં આગ, ICUના બાળકોને શિફ્ટ કરાયા

વડોદરાની સરકારી (vadodara) એસ.એસ.જી. હૉસ્પિટલની ઘટના, આગ પર કાબુ મેળવાયો, 35 બાળકોનું રેસ્ક્યૂ (Rescue) કરાયું

News18 Gujarati
Updated: September 10, 2019, 4:09 PM IST
વડોદરાની SSG હૉસ્પિટલમાં બાળકોના વિભાગમાં આગ, ICUના બાળકોને શિફ્ટ કરાયા
આગના કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફાયરબ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવી લીઘો હતો.
News18 Gujarati
Updated: September 10, 2019, 4:09 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી :  વડોદરા (Vadodara) શહેરના મધ્યે આવેલી સર સયાજીરાવ ગાયકવાડ( SSG) હૉસ્પિટલમાં આગ લાગી છે. હૉસ્પિટલના (Hospital) બાળકોના વિભાગેમાં શોર્ટ સર્કિટના કારણે આગ (Fire) લાગી હોવાનું અનુમાન છે. હાલમાં આગની ઘટનાના પગલે SSGના બાળકોના ICU વિભાગના પેશન્ટ્સને શિફ્ટ કરાયા છે. બાળકોના વિભાગમાં ત્રીજા અને ચોથા માળે આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. પીડિયાટ્રિક (Pediatric) વિભાગમાં 15 વર્ષ સુધીના બાળકો ભરતી કરાયા હતા. ભયના માહોલની વચ્ચે વાલીઓ પણ પોતાના બાળકોને લઈને દોડ્યાં હતા.

પ્રાપ્ત અહેવાલો મુજબ ફાયરબ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. એકબાજુ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે શોર્ટ સર્કિટ થયો હોવાની આશંકા છે. પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગતાં એક તબક્કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ફાયર એક્ઝિટ માટે તૈયાર કરાયેલા ખાસ રસ્તેથી બાળકોને ફાયરબ્રિગેડ અને સિક્યોરિટીના જવાનોએ તાત્કાલિક ખસેડી લીધા હતા.

આ પણ વાંચો :  રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલથી ફાયરબ્રિગેડ (fire Brigade) લાંબા અંતેર ન હોવાના કારણે તાત્કાલિક પણે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી.  આગ લાગતાં સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી.  આગના પગલે પીડિયાટ્રિક વિભાગના 35 જેટલાં બાળકોને સલામત વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ તેમને કોલ મળ્યો એટલે તુરંત જ ટૂકડીઓ એસ.એસ.જી પહોંચી ગઈ હતી. કેટલાક બાળકો વેન્ટિલેટર (Ventilator) પર પણ હતા. એસ.એસ.જી.ના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડે હૉસ્પિટલ સ્ટાફ સાથે મળી 35 બાળકોને રેસ્ક્યૂ કર્યા છે.

 
Loading...

 
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...