HDFC બેન્કે અને નડિયાદ નગરપાલિકાનો નવો પ્રોજેક્ટ, ઘર બેઠા કરી શકાશે પેમેન્ટ

નડિયાદનાં નિવાસીઓ ગમે ત્યાંથી ગમે તે સમયે પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન ચુકવણી કરી શકશે.

News18 Gujarati
Updated: September 11, 2018, 7:10 PM IST
HDFC બેન્કે અને નડિયાદ નગરપાલિકાનો નવો પ્રોજેક્ટ, ઘર બેઠા કરી શકાશે પેમેન્ટ
નડિયાદનાં નિવાસીઓ ગમે ત્યાંથી ગમે તે સમયે પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન ચુકવણી કરી શકશે.
News18 Gujarati
Updated: September 11, 2018, 7:10 PM IST
ન્યૂઝ18 ગુજરાતી

એચડીએફસી બેંકે નડિયાદ નગરપાલિકા સાથે શહેરનાં નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવેની સ્થાપના કરી છે. નડિયાદનાં નિવાસીઓ ગમે તે સ્થળેથી તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટબેન્કીંગ સુવિધા
મારફતે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ઝડપી અને સુગમતાથી કરી શકશે.

હાલમાં નડિયાદનાં નિવાસીઓ તેમના પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ભૌતિક સ્વરૂપે નગરપાલિકાની ઓફિસે ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા કેશ મારફતે કરતાં હોય છે. જે ખાસ્સો એવો સમય લઈ લેતી પ્રક્રિયા છે. આ

અજોડ પગલાંથી સમય બચી જશે અને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. તેનાથી શહેરની બહાર વસતાં લોકોને પણ સરળતા રહેશે. નડિયાદ નગરપાલિકાની વેબસાઈટ પર ક્લીક કરવાથી
પ્રોપર્ટી ટેક્સની ચુકવણી થઈ શકશે.

સુશ્રી પર્લ સાબાવાલા, ઝોનલ હેડ ગુજરાત એચડીએફસી બેન્કનાં જણાવ્યા અનુસાર ‘એચડીએફસી બેન્કમાં અમે આ ભાગીદાર તરીકે પસંદગી પામતા આનંદ અનુભવીએ છીએ. નડિયાદ નગરપાલિકાનું
Loading...
પ્રોપર્ટી ટેક્સ અંગેની પેમેન્ટ મિકેનિઝમમાં આ ક્રાંતિકારી પગલું છે. અમે અમારી વૈવિધ્યપૂર્ણ ડિજીટલ ઓફરિંગ્સ સાથે ઝડપી, વ્યસ્તતાપૂર્ણ જીવન વચ્ચે સુગમતાપૂર્ણ જરૂરિયાતો સાથે બેન્કીંગ કરવા પ્રતિબધ્ધ
છીએ.’

નડિયાદ નગરપાલિકાનાં ચીફ ઓફિસર શ્રી એસ કે. ગરવાલનાં જણાવ્યા અનુસાર, ‘અમને એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરતાં આનંદ થાય છે. અમે ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ટેક્સ કલેકશન
કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ પગલાંથી નાગરિકોને ઘરઆંગણે ટેક્સ ચુકવણું કરવામાં સરળતા રહેશે.’ આવી જ રીતે એચડીએફસી બેન્કે રાજ્યમાં ટોચની શૈક્ષણિક અને ધાર્મિક
સંસ્થાઓ, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સામાન્ય જનતા માટે ડિજીટલ પેમેન્ટસ સુલભ બનાવવા જોડાણો કર્યા છે. વધારામાં ડિજીટલ પગલાઓ ઉરરાંત એચડીએફસી બેન્ક તેની 394
બ્રાન્ચો અને 1100 એટીએમનાં નેટવર્ક દ્વારા જનતા સુધી પહોંચી છે.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर