વડોદરામાં વાલીઓનો હંગામો, શાળા સંચાલકોને વધુ ફી નહીં આપીએ, ચેકથી જ ફી ચુકવાશે

H
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરામાં વાલીઓનો હંગામો, શાળા સંચાલકોને વધુ ફી નહીં આપીએ, ચેકથી જ ફી ચુકવાશે
રાજ્યની ખાનગી સ્કૂલોમાં લેવાતી ઉંચી ફીની બદીને રોકવા માટે સરકારે પસાર કરેલા વિધેયક બાદ પણ સ્કૂલ સંચાલકો સંમત નથી થઇ રહ્યા ત્યારે વાલીઓ મેદાનમાં આવ્યા છે. વડોદરામાં વાલીઓ વધુ ફી ન આપવા મક્કમ થયા છે અને સ્કૂલને ચેક દ્વારા જ ફી આપવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરા #રાજ્યની ખાનગી સ્કૂલોમાં લેવાતી ઉંચી ફીની બદીને રોકવા માટે સરકારે પસાર કરેલા વિધેયક બાદ પણ સ્કૂલ સંચાલકો સંમત નથી થઇ રહ્યા ત્યારે વાલીઓ મેદાનમાં આવ્યા છે. વડોદરામાં વાલીઓ વધુ ફી ન આપવા મક્કમ થયા છે અને સ્કૂલને ચેક દ્વારા જ ફી આપવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.
વડોદરામાં સિગ્નસ સ્કૂલના સંચાલકો દ્વારા મનમાની કરી ફી લેવાતી હોવાની રાવ સાથે વાલીઓએ સંચાલક મંડળ સામે બાંયો ચડાવી છે. ફીના નવા કાયદા બાદ પણ સંચાલકો દ્વારા વધારાની ફીની માંગણી કરાતાં વાલીઓ મેદાનમાં આવ્યા છે.
અત્યાર સુધી સહન કર્યું પરંતુ હવે કોઇ પણ ભોગે સહન નહી કરીએના સૂર સાથે વાલીઓએ સરકાર દ્વારા નિયત કરાયેલી જ ફી ચૂકવવાનો નિર્ધાર કર્યો છે. વાલીઓએ આક્રોષ ઠાલવ્યો હતો કે, સરકારના કહ્યા બાદ પણ સંચાલકો મનમાની કર્યા રહ્યા છે. પરંતુ અમે પણ ઝુકવાના નથી અમે નિયત કરેલી જ ફી ચૂકવીશું અને એ પણ ચેક દ્વારા જ ફી આપવામાં આવશે.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर