શિક્ષણના સોદાબાજ સકંજામાં: મનસુખ શાહ પાસેથી 220 કોરા ચેક મળ્યા, શું છે વિગત? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
શિક્ષણના સોદાબાજ સકંજામાં: મનસુખ શાહ પાસેથી 220 કોરા ચેક મળ્યા, શું છે વિગત? જાણો
રાજ્યના શિક્ષણ તંત્રને હચમચાવી દેનાર વધુ એક કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પરીક્ષા માટે 20 લાખ રૂપિયાની લાંચ માંગવાના આ કિસ્સામાં પોલીસે મનસુખ શાહ સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મનસુખ શાહ પાસેથી 220 જેટલા કોરા ચેક મળી આવ્યા છે. જેની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટક થવાની સંભાવના છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #રાજ્યના શિક્ષણ તંત્રને હચમચાવી દેનાર વધુ એક કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પરીક્ષા માટે 20 લાખ રૂપિયાની લાંચ માંગવાના આ કિસ્સામાં પોલીસે મનસુખ શાહ સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મનસુખ શાહ પાસેથી 220 જેટલા કોરા ચેક મળી આવ્યા છે. જેની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટક થવાની સંભાવના છે. એસીબીએ 20 લાખની લાંચ કેસમાં મનસુખ શાહ સહિત શિક્ષણના સોદાબાજો સામે ગાળીયો કસ્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ કરતાં મનસુખ શાહના ત્યાંથી 43 કરોડની એફડી, 220 કોરા ચેક, 1 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે તો અન્ય આરોપી વિનોદ સાવંતના ઘરેથી 4.15, અશોક ટેલર પાસેથી 8.44 લાખ તેમજ ધ્રમિલ શાહના ઘરેથી 6 લાખ મળી આવ્યા છે. આ અંગે એસીબી અધિકારીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન 220 જેટલા કોરા ચેક મળી આવ્યા છે. જે અંગે તપાસ ચાલુ છે. અમારી અન્ય વિદ્યાર્થીઓ, વાલીઓને અપીલ છે કે જો આ અંગે કંઇ પણ વિગત હોય તો અમને જણાવો કે જેથી આ અંગે સઘન કાર્યવાહી કરી શકાય.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે ભાજપ સરકાર સામે ઇશારો કરતાં કહ્યું કે, આ સમગ્ર મામલે સીબીઆઇ તપાસ થવી જોઇએ કે જેથી સાચી હકીકતો સામે, અત્યાર સુધી કોની રહેમનજર હેઠળ આ બધુ ચાલતું હતું? ભાજપના કયા નેતા સાથે હતો ઘરોબો?
First published: March 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर