વડોદરા: ડભોઇના ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, શું છે વિગત? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરા: ડભોઇના ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, શું છે વિગત? જાણો
વડોદરાના ડભોઇ નજીક આવેલા ભંગારના એક ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ ભડકી ઉઠતાં ભયનો માહોલ સર્જાયો છે. ધુમાડાના ગોટેગોટા ઉઠતાં આસપાસના વિસ્તારમાં લોકો પણ ભયભીત બન્યા હતા.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરા #વડોદરાના ડભોઇ નજીક આવેલા ભંગારના એક ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ ભડકી ઉઠતાં ભયનો માહોલ સર્જાયો છે. ધુમાડાના ગોટેગોટા ઉઠતાં આસપાસના વિસ્તારમાં લોકો પણ ભયભીત બન્યા હતા. ડભોઇ સ્થિત ભંગારના એક ગોડાઉનમાં આજે સવારે કોઇ અગમ્ય કારણોસર એકાએક આગ ભડકી ઉઠી હતી. જેને પગલે અહીં ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા. આગ અંગે જાણ કરાતાં વડોદરા અને ડભોઇ પાલિકાના ફાયર ફાઇટરો આવી પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો આદર્યા હતા. જોકે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે પરંતુ સંપૂર્ણ કાબૂ મેળવવા પ્રયાસ ચાલુ છે. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને અન્ય ભંગારનો સામાન હોવાથી આગ વધુ ભડકી ઉઠી હતી. જોકે જાનમાલને વધુ નુકશાન થયાની કોઇ વિગતો સામે આવી નથી.
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर