રામજસ કોલેજ વિવાદ: વડોદરામાં બીજા દિવસે પણ મારામારી, પોલીસ સાથે પણ ઘર્ષણ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
રામજસ કોલેજ વિવાદ: વડોદરામાં બીજા દિવસે પણ મારામારી, પોલીસ સાથે પણ ઘર્ષણ
દિલ્હીની રામજસ કોલેજના પડઘા બીજા દિવસે પણ વડોદરામાં પડ્યા છે. આજે પણ અહીંની એમ એસ યુનિવર્સિટી ખાતે બબાલ થઇ હતી. એબીવીપી અને જય હો ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે રજુઆતને લઇને હંગામો થતાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે એબીવીપીના મહામંત્રી સહિતની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરા #દિલ્હીની રામજસ કોલેજના પડઘા બીજા દિવસે પણ વડોદરામાં પડ્યા છે. આજે પણ અહીંની એમ એસ યુનિવર્સિટી ખાતે બબાલ થઇ હતી. એબીવીપી અને જય હો ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે રજુઆતને લઇને હંગામો થતાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે એબીવીપીના મહામંત્રી સહિતની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીની રામજસ કોલેજની બબાલ ગુજરાત સુધી લંબાઇ છે. સોમવાર બાદ આજે મંગળવારે પણ વડોદારમાં હંગામો થયો છે. એમ એસ યુનિવર્સિટીમાં આજે ફરીથી મારામારીની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી હેડ ઓફસ ખાતે જય હો ગ્રુપ અને એબીવીપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
રજુઆત કરવાને લઇને બંને જુથ વચ્ચે બબાલ થઇ હતી, જેને પગલે મામલો બીચકાયો હતો. પોલીસે દખલગીરી કરતાં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. છેવટે આ મામલે પોલીસે યુનિવર્સિટીના જીએસ, વીપી અને એબીવીપીના મહામંત્રી સહિત 15 જેટલા વિદ્યાર્થી નેતાઓની અટક કરી હતી.
અહીં નોંધનિય છે કે, દિલ્હીની રામજસ કોલેજના પડઘા વડોદરામાં પડ્યા છે. એમ એસ યુનિ.માં સોમવારે કોમર્સ ફેકલ્ટીમાં ABVP-NSUI વચ્ચે ઘર્ષણ થયું હતું. દેશ વિરોધી લોકોને દૂર કરવા માટે દેખાવો કરી રહ્યા હતા. NSUIના કાર્યકરોએ અટકાવતા મારામારી થઇ હતી. મોટી સંખ્યામાં વિજીલન્સન ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી.
First published: February 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर