બાડમેર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ગુજરાતનાં 5 લોકોનાં મોત

બાડમેર હાઇવે પર જતી ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો છે.

News18 Gujarati
Updated: April 8, 2019, 3:36 PM IST
બાડમેર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ગુજરાતનાં 5 લોકોનાં મોત
પ્રતિકાત્‌મક તસવીર
News18 Gujarati
Updated: April 8, 2019, 3:36 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રાજસ્થાનનાં રણુજા ખાતે દર્શન કરી પરત ફરી રહેલી ઇકો કારને બાડમેર હાઇવે પર અકસ્માત નડતા ગુજરાતનાં 5 લોકોનાં કમકમાટીભર્યાં  મોત નીપજ્યાં છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. બાડમેર હાઇવે પર જતી ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો છે.

મૃતકોમાં ગુજરાતનાં પાંચ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં ગોધરા તાલુકાના ચાંચપુરના 2 વ્યક્તિ, કાલોલ તાલુકા સુરેલીના પતિ-પત્ની તથા સાવલી તાલુકાના આનંદીના મુવાડા ગામની એક મહિલાનાં મોત નીપજ્યાં છે. જેના કારણે મૃતકોનાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે મૃતકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત બાદ થોડીવાર માટે હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં.

હાલ સ્થાનિક તંત્ર કામે લાગી ગયું છે. મૃતકો અને ઇજાગ્રસ્તોનાં પરિવારને જાણ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તેઓ સ્થાનિકોની પણ પૂછપરછ કરી રહ્યાં છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે ગઇકાલે સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર કારનો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર જઈ રહેલી કાર ચાલી રહી હતી, તે દરમિયાન જ ટાયર ફાટતાં કાર ઉછળીને રોડની સાઇડમાં રહેલા કૂવામાં ખાબકી હતી. જેને કારણે ત્રણનાં મોત થયા હતાં. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
First published: April 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...