લીમખેડામાં સરકારી કર્મચારી રૂ 10,000ની લાંચ લેતા ઝડપાયો 

એસીબીએ ફરિયાદનાં આધારે લીમખેડા તાલુકા વિકાસ અધિકારીની કચેરીની બાજુમાં બંધ કવાટરના  કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. 

News18 Gujarati
Updated: June 6, 2019, 8:38 PM IST
લીમખેડામાં સરકારી કર્મચારી રૂ 10,000ની લાંચ લેતા ઝડપાયો 
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 6, 2019, 8:38 PM IST
અમદાવાદ: લીમખેડાની તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં મનરેગા શાખામાં કામ કરતો કર્મચારી રૂ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો છે.

એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)નાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, લાંચ લેતા પકડાયેલા કર્મચારીનું નામ હિતેશકુમાર કાંતીલાલ પંચાલ છે. તે મનરેગા શાખામાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.

એસીબીએ ફરિયાદનાં આધારે લીમખેડા તાલુકા વિકાસ અધિકારીની કચેરીની બાજુમાં બંધ કવાટરના  કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું.

આ ઘટનાની ટૂંક વિગત એવી છે કે, એક ખેડુતની જમીનમાં સરકારની મનરેગા યોજના હેઠળ જૂથ કુવો મંજુર થયો હતો. આ કુવાનુ માપ મેજરમેન્ટ બુકમાં લખવા અને મજુરોની હાજરીનુ મસ્ટર લખવાના કામે આરોપીએ રૂ.૧૨,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી અને રક-ઝકના અંતે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની રકમ નક્કી કરી હતી.

પણ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે પંચમહાલ એ.સી.બી.નો સંપર્ક કરતા કર્યો હતો અને ફરીયાદનાં આધારે આજરોજ લાંચનાં છટકામાં ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- લાંચ તરીકે માંગી સ્વીકારી લીમખેડા ખાતે ઝડપાઈ ગયો હતો. આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ડામોરે કરી હતી.
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...