જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનમાં ગોધરાના ઓરવાડાનો જવાન શહીદ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 6:51 PM IST
જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનમાં ગોધરાના ઓરવાડાનો જવાન શહીદ
ગોધરાઃજમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનમાં ગોધરાના ઓરવાડાનો જવાન શહીદ થયો છે.સુનિલ પટેલ જમ્મુમાં બાદીપુર નજીક 51-રાઈફલ્સમાં ફરજ બજાવતો હતો.સુનિલ પટેલના બે દિવસ બાદ અંતિમસંસ્કાર કરાશે. નોધનીય છે કે, જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલન થતા સેના કેમ્પ દટાયો હતો. જેમાં ૧૪ જવાનોના મોત થયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 6:51 PM IST
ગોધરાઃજમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનમાં ગોધરાના ઓરવાડાનો જવાન શહીદ થયો છે.સુનિલ પટેલ જમ્મુમાં બાદીપુર નજીક 51-રાઈફલ્સમાં ફરજ બજાવતો હતો.સુનિલ પટેલના બે દિવસ બાદ અંતિમસંસ્કાર કરાશે. નોધનીય છે કે, જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલન થતા સેના કેમ્પ દટાયો હતો. જેમાં ૧૪ જવાનોના મોત થયા છે.

હિમસ્ખલનના અહેવાલથી ઓરવાડા ગામના ૫૧ રાયફલ ના સિપાહી  સુનીલકુમાર પટેલના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા.સુનીલના પિતા દ્વારા સુનીલના સહકર્મચારીઓનો સંપર્ક કરવામાં આવતા તેઓ દ્વારા સુનીલનું હિમસ્ખલનમાં મોત થયું છે અને તેના મૃતદેહને શોધવા માટે હાલ સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. જે સમાચાર સાંભળીને જ જવાનના પરિવારજનો શોકમાં સરી પડ્યા છે.  તો બીજી તરફ પરિવારજનોને હજુ સુધી સેના કે તંત્ર તરફથી સુનીલના મોત થયા અંગેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

સેના દ્વારા માત્ર એટલુજ જણાવવામાં આવ્યું છે કે હાલ સુનીલ લાપતા છે અને તેને શોધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. જો કે હાલ તો ઓરવાડા ગામમાં તેમજ તેના પરિવારજનો માં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.

ફાઇલ તસવીર
First published: January 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर