ગોધરાઃમહિલા કાઉન્સીલરના પતિની હત્યા કરનારા બે ઝડપાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 12:21 PM IST
ગોધરાઃમહિલા કાઉન્સીલરના પતિની હત્યા કરનારા બે ઝડપાયા
ગોધરાઃગોધરાના અંબાલી ગામની સિમમા તળાવ પાસેથી તા-15/01/2017 ના રોજ કોથળામા ભરી સળગાવી દીધેલ હાલતમા ગોધરાના વોર્ડનં-8 ના કાઉન્સીલર(મહીલા) ના પતિ ઉમર ફારુક અબ્દુલ સલામ બદામની લાશ મળી આવેલ હતી. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.આ હત્યા ઉછીના પૈસા ની લેવડ દેવડમા 2 શખ્સો દ્વારા કરાઇ હોવાનુ બહાર આવ્યુ છે અને આ બન્ને આરોપીને પકડીને જેલ હવાલે કરાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 12:21 PM IST
ગોધરાઃગોધરાના અંબાલી ગામની સિમમા તળાવ પાસેથી તા-15/01/2017 ના રોજ કોથળામા ભરી સળગાવી દીધેલ હાલતમા ગોધરાના વોર્ડનં-8 ના કાઉન્સીલર(મહીલા) ના પતિ ઉમર ફારુક અબ્દુલ સલામ બદામની લાશ મળી આવેલ હતી.   આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.આ હત્યા ઉછીના પૈસા ની લેવડ દેવડમા 2 શખ્સો દ્વારા કરાઇ હોવાનુ બહાર આવ્યુ છે અને આ બન્ને આરોપીને પકડીને જેલ હવાલે કરાયા છે.
સમગ્ર ઘટનામા રવીવાર ના રોજ ગોધરા ના અંબાલી બગીડોળ વચ્ચે આવેલ તળાવ નજીકના નાળા પાસેથી મળેલ અર્ધબળેલ હાલતમા લાશ પડેલ હોવા નુ જાણવા મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એફએસએલ,અને ડોગ સ્ક્વોડ ની મદદ લઇ તપાસ હાથ ધરી હતી
પોલીસ દવારા પ્રથમ અજાણ્યા પુરુષ ની લાશ ને પીએમ અર્થે ગોધરા સિવીલ હોસ્પીટલ ખસેડાઇ ત્યારે એક તરફ ગોધરા ના વોર્ડ નં 8 ના મહીલા  કાઉન્સીલર ના પતિ ફારુક અબ્દુલ સલામ બદામ પોતાના ધેર મોડે સુધી પરત ના ફરતા તેઓના સગાઓ દવારા ગોધરા સિવીલ પર આવી લાશની ઓળખ કરતા આ લાશ સલામ બદામ ની હોવાનુ બહાર આવ્યુ હતું.
તપાસ દરમિયાદ આ હત્યા નાણાકીય લેવડદેવડ મા કરાઇ હોવા નુ બહાર આવ્યુ છે.જેમા હસન યુસુફ પીત્તળ જેણે મરણ જનાર ફારુક બદામ પાસેથી 78000 ઉછીના લીધેલ જે લાબા સમય થી પરત આપતો ના હોઇ ફારુક બદામ કાયમ ઉઘરાણી કરતો હતો જેથી યુસુફ પીત્તળ કંટાળી ગયેલ ત્યારે બીજો આરોપી સાદ્દીક બીલાલ સૂજેલા જેને પણ ઉછીના પૈસા ની જરુર હોઇ ફારુક બદામ પાસે માંગતો પણ તે આપતો ના હોઇ રોષે ભરાયેલ

છેવટે આ બન્ને અને ત્રીજા યુસુફ ના મિત્ર હાફીસ અબ્દુલ મન્નાન ભેગા મળી ફારુક બદામ ને પતાવી દેવાનુ નકકી કરી તેને કાર મા બેસાડી ગોધરા બહાર લઇ ગયા ત્યા રસ્તામા ગળુ દબાવુ ફારુક ની હ્ત્યા કરી દીધી હતી.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर