ગોધરામાંથી નકલી સેક્સવર્ધક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું, રૂ.55 લાખની દવા જપ્ત

News18 Gujarati
Updated: May 9, 2018, 10:30 PM IST
ગોધરામાંથી નકલી સેક્સવર્ધક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું, રૂ.55 લાખની દવા જપ્ત
ગોધરામાંથી નકલી સેક્સવર્ધક દવા બનાવતું કારખાનું ઝડપાયું, રૂ.55 લાખની દવા જપ્ત.

  • Share this:
પંચમહાલઃ ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી ડુપ્લિકેટ દવા બનાવવાનું કારખાનું ઝડપાયું છે. કારખાનામાં નકલી સેક્સવર્ધક દવા બનાવવામાં આવતી હતી. પોલીસે સેક્સવર્ધક દવાનાં 24,650 બોક્સ જપ્ત કર્યાં છે, જેની બજાર કિંમત રૂ.55 લાખથી વધુ થાય છે.

મળતી વધુ માહિતી મુજબ, મુંબઈની નામાંકિત દવા કંપનીની અધિકૃત એજન્સી પાસેથી મળેલી બાતમી આધારે પોલીસે ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી ચાલતા એક દવાખાનામાં દરોડા પાડ્યા હતા. પોલીસ-તપાસમાં કારખાનામાંથી નકલી સેક્સવર્ધક દવાનો મોટો જથ્થો મળ્યો છે. આ સિવાય પોલીસને દવા બનાવવાની મશનરી અને એની સામગ્રી પણ મળી હતી. મુંબઈમાં આવેલી નામાંકિત કંપનીની દવાનું ગુજરાતના ગોધરાના સાતપુલ વિસ્તારમાં ડુપ્લિકેશન કરવામાં આવતું હતું.

ગોધરા બી ડિવિઝન પોલીસે ડુપ્લિકેટ સેક્સવર્ધક દવાનાં 24,650 બોક્સ જપ્ત કર્યાં છે, જેની બજાર કિંમત આશરે રૂ.55 લાખથી વધુ થાય છે. મુંબઈની નામાંકિત કંપનીની અધિકૃત એજન્સી દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે નકલી દવાનો જથ્થો જપ્ત કરી કારખાનાના માલિક વિરુદ્ધ આગળની કાર્યવાહી કરી રહી છે.

First published: May 9, 2018
વધુ વાંચો
अगली ख़बर