Home /News /madhya-gujarat /નારણપુરા ખાતે સ્પોર્ટ્સ સંકુલનો શિલાન્યાસ કરતા અમિત શાહે કહ્યું-સ્પોર્ટસમાં ગુજરાત નંબર 1 બને

નારણપુરા ખાતે સ્પોર્ટ્સ સંકુલનો શિલાન્યાસ કરતા અમિત શાહે કહ્યું-સ્પોર્ટસમાં ગુજરાત નંબર 1 બને

નારણપુરા ખાતે રૂ.632 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઓલિમ્પિક કક્ષાના રમતગમત સંકુલનો શિલાન્યાસ.

આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગરથી અટલજી, અડવાણીજી ચૂંટાઇને ગયા હતા અને હું પણ ગાંધીનગરથી સાંસદ છું. 2024 સુધી ગાંધીનગર સૌથી વિકસિત મતક્ષેત્ર બનશે તેવું પણ શાહે જણાવ્યું હતું ત્યાં જ તેમણે કહ્યું કે, સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાત આગળ વધ્યું છે પહેલા ગુજરાત 29 નંબરે હતું જે હવે 10માં નંબરે પહોંચ્યું છે. ત્યારે અમારો પ્રયાસ છે કે, સ્પોર્ટસમાં ગુજરાત નંબર 1 બને.

વધુ જુઓ ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) તારીખ 27, 28 અને 29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જામનગર, દ્વારકા, ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શિલાન્યાસ અને લોકાર્પણો કર્યા હતા. ત્યાં જ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાના નારણપુરા ખાતે રૂ.632 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઓલિમ્પિક કક્ષાના રમતગમત સંકુલનો શિલાન્યાસ કર્યો હતો.

અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી (Ahmedabad city is a World Heritage City), સ્માર્ટ સિટી (Smart City) તો છે પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી (Sports City) તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. ભારત સરકાર (Government of India)ના સ્પોર્ટસ ઓથોરિટી વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના સંયુક્ત ઉપક્રમે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ (Naranpura Sports Complex) નિમાર્ણ પામશે . દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાસંદ અમિત શાહ (Amit Shah)ના હસ્તે ભુમી પૂજન કરાયું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.



આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગરથી અટલજી, અડવાણીજી ચૂંટાઇને ગયા હતા અને હું પણ ગાંધીનગરથી સાંસદ છું. 2024 સુધી ગાંધીનગર સૌથી વિકસિત મતક્ષેત્ર બનશે તેવું પણ શાહે જણાવ્યું હતું ત્યાં જ તેમણે કહ્યું કે, સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાત આગળ વધ્યું છે પહેલા ગુજરાત 29 નંબરે હતું જે હવે 10માં નંબરે પહોંચ્યું છે. ત્યારે અમારો પ્રયાસ છે કે, સ્પોર્ટસમાં ગુજરાત નંબર 1 બને. હવે આગામી સમયમાં અમદાવાદ ઓલિમ્પિકની તૈયારી કરવા સજ્જ થઇ જશે. આજે હું બધાને વિશ્વાસ આપું છું, હમણાં મેં મ્યુનિસિપલ કમિશનરને વાત કરી છે, 30 મહિનામાં મોદી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરાવીશું. હું ખુદ મોનિટરિંગ કરીશ.

આ પણ વાંચો- ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે વિદેશમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો

ઉલ્લેખનિય છે કે, અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે. આ પ્રોજેકટ પાછળ કુલ અંદાજીત ખર્ચે 2000 કરોડ મુકાયો છે. આ ઉપરાત એએમસી સૌથી કિમંતી 1000 થી 1200 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે. અને સ્પોર્ટસ કોમપ્લેક્ષ પાછળ અંદાજીત 631 કરોડનો ખર્ચ થશે . અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રક્ષકોને ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે.
First published:

Tags: Amit shah, Amit shah Ahmedabad Visit, Amit Shah Gujarat Visit, Amit Shah news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો