Home /News /madhya-gujarat /Drug trafficking: અમદાવાદથી વિદેશ પાર્સલ દ્વારા ડ્રગ સપ્લાયનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરોડોનું ડ્રગ કબ્જે કર્યું

Drug trafficking: અમદાવાદથી વિદેશ પાર્સલ દ્વારા ડ્રગ સપ્લાયનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરોડોનું ડ્રગ કબ્જે કર્યું

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.

Ahmedabad Crime Branch: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત જાણવા મળી હતી કે, ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે.

વધુ જુઓ ...
ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સ (Drugs)ને પાર્સલ થકી થતા હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ (Custom section)ના જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી (Drug trafficking) થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.

આ ડ્રગ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યું છે. જે કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમાં થતો હોય છે. સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં  કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થો પકડાયો છે.

આ પણ વાંચો- અમદાવાદ પહોંચતા જ ઔવેસીએ કહ્યું- બાબરી મસ્જિદ ખોઇ છે હવે બીજી કોઇ મસ્જિદ અમે નહી ગુમાવીએ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત જાણવા મળી હતી કે, ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને જાણકારી હોલ્ટ કરાવ્યું હતું અને કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલમાં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું. તેની પર શંકા જતા FSLમાં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું.

આ પણ વાંચો- Surat Police: કાડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ થતા મહિલાઓએ ફટાકડા ફોડી ઉઝવણી કરી

જે અંગે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે. જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું. જે નવસારીથી USA મોકલવાનું હતું. પરતું ક્રાઇમ બ્રાંચની ટીમને આ અંગે માહિતી મળતા પાર્સલને અટકાવી કસ્ટમના અધિકારીને ડ્રગ્સ હોવાની માહિતીથી વાકેફ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશંકા છે. જે દિશામ ક્રાઇમ બ્રાંચે અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad news, Drugs Case, Drugs racket, Drugs Seized, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો