Home /News /madhya-gujarat /દેવગઢ બારીઆના જંગલમાંથી મળી યુવતીની અર્ધનગ્ન અને ધડ-માથું અલગ કરેલી લાશ

દેવગઢ બારીઆના જંગલમાંથી મળી યુવતીની અર્ધનગ્ન અને ધડ-માથું અલગ કરેલી લાશ

આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.

Crime News: બામરોલી ગામના જંગલ વિસ્તારમાંથી અજાણી યુવતીનો અર્ધનગ્ન હાલતમાં અને માથું અને ધડ અલગ કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતી અંદાજે 25 વર્ષની આસપાસની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

    દેવગઢ બારીઆ: રાજ્યમાં હત્યાના કિસ્સાઓ જાણે દિવસેને દિવસે વધી રહ્યા હોય તેમ સામે આવી રહ્યા છે. ત્યારે દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામના જંગલ વિસ્તારમાંથી 25 વર્ષની યુવતીની અર્ઘ નગ્ન હાલતમાં ધડથી અલગ કરેલી લાશ મળી છે. ગામના સરપંચે આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કારાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ યુવતીના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

    આ અંગે મળતી માહિતી દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામના જંગલ વિસ્તારમાંથી અજાણી યુવતીનો અર્ધનગ્ન હાલતમાં અને માથું અને ધડ અલગ કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતી અંદાજે 25 વર્ષની આસપાસની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ નિર્મમ હત્યા બેથી ત્રણ દિવસ પહેલા કરાયેલી હોવાનું જણાઇ રહ્યુ છે. ગામના સરપંચે આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. જે બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

    ચૂંટણી પહેલા આંદોલનો અટકાવવા રાજ્ય સરકાર કરી રહી છે મેરેથોન બેઠકો

    સ્થાનિક પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દેવગઢ બારિયાની સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસ ડોગ સ્કવોડની પણ મદદ લઇ રહી છે. આ સાથે મૃતદેહની આસપાસની જગ્યા પર પણ તપાસ કરવામાં આવી રહી છે કે, ત્યાંથી યુવતીની કોઇ અન્ય વસ્તુ મળી જાય તો તેના પરથી પણ તપાસ થઇ શકે છે.

    ગુજરાતના અન્ય સમાચાર


    સુરેન્દ્રનગર જિલ્લામાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે વીડિયો રેકોર્ડ કર્યાં બાદ આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ એવું છે કે તેની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. આ યુવક અન્ય કોઈ નહીં પરંતુ મૃતકનો મિત્ર જ હતો. યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા યુવકે જે વીડિયો રેકોર્ડ કર્યો હતો તે હાલ વાયરલ થઈ રહ્યો છે. મૃતક અશ્વિનભાઈ મકવાણાએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ મૃતકના મિત્ર દશરથ રાતોજા સામે લખતર પોલીસ મથકે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે. (આ અંગેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, દાહોદ, હત્યા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन