EXCLUSIVE INTERVIEW: એચ-1બી વીઝા અમેરિકાનો આંતરીક મુદ્દોઃજેટલી

News18 Gujarati | News18 Gujarati
Updated: April 22, 2017, 6:53 PM IST
EXCLUSIVE INTERVIEW: એચ-1બી વીઝા અમેરિકાનો આંતરીક મુદ્દોઃજેટલી
વર્લ્ડ બેંકના સંગઠન આંતરરાષ્ટ્રીય મુદ્દા અંગેની એક બેઠકમાં વોશિગ્ટન ગયેલા ચિત્ત મંત્રી અરૂણ જેટલીએ CNBC-TV18ની માલવિકા જૈનને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુમાં જીએસટી બિલથી લઇ વિજય માલ્યાને ભારત લાવવાના પ્રયાસો પર કાર્યવાહી અંગે જણાવ્યું હતું. અહી કેટલાક મહત્વપુર્ણ વાતચીતના અંશો દર્શાવાયા છે.

  • Share this:

એચ1બી વિઝા મુદ્દે જેટલીની અમેરિકાના વાણિજ્ય સચિવ સાથે મુલાકાત થઇ હતી. આ મામલે એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યુ કે આ અમેરિકાનો આંતરીક મુદ્દો છે. જો કે અમે ભારત અને ભારતીયોની ચિંતા તેમની સામે વ્યક્ત કરી છે. ભારતથી માત્ર કાબિલ અને યોગ્ય પ્રોફેશનલ્સ જ અમેરિકા આવ્યા છે. આ સિવાય ન તો ટેક્સ ગોટાળા કે ગેરકાનૂની રૂપે કોઇ પ્રવાસ કરી કોઇ ભારતીય ત્યા નથી આવ્યો.
તેમણે કહ્યુ કે અમેરિકા અને ભારત બંને વચ્ચે મજબૂત મિત્રતા કાયમ રહે તે જરૂરી છે. આ માટે એ જરૂરી નથી કે ભારતમાં કોણ સત્તા પર છે કે અમેરિકામાં કોની સરકાર છે. આ તો બંને દેશોની વચ્ચે સંબંધો વધુ મજબૂત બનવ જોઇએ. ભારતે 2020 સુધી 500 બિલિયન ડોલરનો અમેરિકા સાથે વેપારનો લક્ષ્ય રાખ્યો છે.

જીએસટી અંગેના પ્રશ્ન પર મંત્રીએ કહ્યુ કે અમારી સરકાર એક જુલાઇથી આખા દેશમાં જીએસટી લાગુ કરવા કટીબદ્ધ છે. જીએસટી કાઉસિલએ બધા અડચણો ઉકેલવા નિર્ણય કરી લીધો છે. તેમણે કહ્યુ વાસ્તવમાં દરેક નાગરિક પર કેટલો ટેક્સ પડશે તેનો જવાબ 17 કે 18 મે સુધી મળી જશે. આ દિવસે જીએસટી દર અને સ્લેબની જાહેરાત કરાશે.
માલ્યાને લઇ પુછાયેલા એક સવાલ પર ચિત્તમંત્રીએ કહ્યુ કે માલ્યાની ધરપકડથી એ સંકેત છે કે તમે દેશ છોડી દો તેનો મતલબ એ નથી કે તમે બચી જશો. માલ્યાને ભારત પાછો લઇ જવા બ્રિટિશ ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવું પડશે. ટેક્સ ચોરો અંગે યુકેથી વાતચીત થઇ છે. વિજય માલ્યાનો મુદ્દો રાજકીય નથી.એજન્સીઓએ માલ્યા વિરુદ્ધ મજબુત કેસ બનાવ્યો છે.
First published: April 22, 2017
વધુ વાંચો
अगली ख़बर