Home /News /madhya-gujarat /

દાહોદમાં ત્રણે મોરચાનું સુકાન મહિલાઓના હાથમાં, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શીતલબેન વાઘેલાની વરણી

દાહોદમાં ત્રણે મોરચાનું સુકાન મહિલાઓના હાથમાં, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શીતલબેન વાઘેલાની વરણી

પ્રમુખ અને અન્ય સભ્યોની તસવીર

ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દાહોદ તાલુકા પંચાયત ઉપર ભાજપનો વિજય થયો છે. સમગ્ર દાહોદ જિલ્લામાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપનો ભગવો લહેરાવ્યો છે.

    સબિર ભાભોર, દાહોદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઑમાં (Gujarat local body polls) દાહોદ જિલ્લામાં (dahod jilla) ભાજપને (BJP win) પ્રચંડ બહુમતી મેળવવામાં સફળ રહ્યું હતું. દાહોદ તાલુકા પંચાયત આઝાદીકાળથી કોંગ્રેસનો (congress) ગઢ ગણાતી હતી. પરંતુ ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દાહોદ તાલુકા પંચાયત ઉપર ભાજપનો વિજય થયો છે. સમગ્ર દાહોદ જિલ્લામાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપનો ભગવો લહેરાવ્યો છે ત્યારે જિલ્લા પંચાયતનું સુકાન પણ પૂર્વ DIG બી.ડી. વાઘેલાની પુત્રી આદિવાસી યુવા શિક્ષિત એમફિલની ડિગ્રી ધરાવતા શીતલબેન વાઘેલાની વરણી કરવામાં આવી છે

    દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખપદે શીતલ વાઘેલા,ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ  દાહોદ નગરપાલિકા ના પ્રમુખપદે રીના પંચાલ, ઉપ પ્રમુખ અબ્દેઅલી ચલ્લાવાળા સમગ્ર દાહોદ  જિલ્લા માં ભાજપ નો ભગવો લહેરાયો આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી

    આજે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ ની ચૂંટણી યોજાતા ભાજપ ના શીતલબેન વાઘેલાની પ્રમુખપદે તેમજ ઉપપ્રમુખ પદે સરતાન ભાઈ ચૌહાણ ની બિનહરીફ વરણી થઈ હતી જિલ્લા પંચાયત ની  બેઠકો પૈકી 43 બેઠક ઉપર ભાજપ તેમજ 6 બેઠક ઉપર કોંગ્રેસ તો એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

    આ પણ વાંચોઃ-કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

    ભાજપ એ પ્રચંડ બહુમતી સાથે દાહો જિલ્લા પંચાયત ઉપર કબ્જો મેળવતા આજે પ્રમુખ- ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી તો દાહોદ નગરપાલિકામાં પણ 36 બેઠકો પૈકી 31 બેઠક ઉપર ભાવિ વિજય મેળવી ભાજપે નગરપાલિકા માં કબ્જો મેળવતા નગરપાલિકા પ્રમુખ પદે સતત બીજી ટર્મ માં વિજયી થયેલા રીનાબેન પંચાલ ની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી જ્યારે પ્રથમ વખત વિજેતા બનેલા વ્હોરા સમાજ ના અબ્દેઅલી ચલ્લાવાળા ની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

    આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

    દાહોદ તાલુકા પંચાયત
    પ્રમુખ- ગૌરીબેન પરમાર
    ઉપપ્રમુખ- જશોદાબેન નાયક

    ફતેપુરા  તાલુકા પંચાયત
    પ્રમુખ- રામિલાબેન પારગી
    ઉપપ્રમુખ- પરવતભાઈ તાવીયાડ

    લીમખેડા  તાલુકા પંચાયત
    પ્રમુખ- શર્માબેન મુનિયા
    ઉપપ્રમુખ- બળવંતભાઈ પટેલ

    સિંગવડ  તાલુકા પંચાયત
    પ્રમુખ- કાંતાબેન ડામોર
    ઉપપ્રમુખ- લીલાબેન ડાયરા

    ઝાલોદ તાલુકા પંચાયત
    પ્રમુખ- રમેશભાઈ ભાભોર
    ઉપપ્રમુખ- અનિતાબેન મછાર

    ગરબાડા તાલુકા પંચાયત
    પ્રમુખ- મનીષાબેન ગણાવા
    ઉપપ્રમુખ- જીવલીબેન ભાભોર

    સંજેલી  તાલુકા પંચાયત
    પ્રમુખ- ભૂપેન્દ્ર્ભાઈ સંગાડા
    ઉપપ્રમુખ- કમાળાબેન બામણીયા

    દેવગઢબારિયા તાલુકા પંચાયત
    પ્રમુખ- પાર્વતીબેન રાઠવા
    ઉપપ્રમુખ- પંકજભાઈ બારિયા

    ધાનપુર તાલુકા પંચાયત
    પ્રમુખ પદે -કાન્તાબેન બામણિયા
    ઉપપ્રમુખ - કંપાબેન પટેલ
    Published by:ankit patel
    First published:

    Tags: ગુજરાત, દાહોદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી

    આગામી સમાચાર