દાહોદમાં ચૂંટણી જાગૃતિ માટે જોરદાર ઓફર, મતદાન કરનારને ટૂવ્હીલરની ફ્રી સર્વિસ

  • Share this:
મતદારોને રીઝવવા માટે અલગ અલગ રાજકીય પાર્ટીઓ તો ઘણા નુસખા અપનાવતી હોય છે અને લોભામણી લાલચો અને જાહેરાતો કરતી હોય છે. આ વખતની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સામાન્ય લોકોએ પણ ઘણા અવનવા પ્રયોગો કર્યા અને અલગ અલગ પ્રકારની ઓફર્સ પણ આપવામાં આવી હતી.

દાહોદમાં એક ટુ વ્હિલર શો રૂમના માલિકે ઓફર આપી છે કે જે પણ વ્યક્તિ મતદાનના નિશાનવાળી આંગળી બતાવીને ટુ વ્હિલરને ફ્રી સર્વિસ મળશે.

દાહોદ જીલ્લામાં 6 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું. દાહોદમાં એક ટુ વ્હિલર શો રૂમના માલિકે મતદારો જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે એક ઓફર આપી.અહીંયા શો રૂમના માલિકે જાહેરાત કરી કે જે કોઈ મતદાર મત આપીને આવે અને પોતાની આંગળી પર નિશાન બતાવે તે ગ્રાહકની બાઈકને ફ્રી સર્વિસ કરી આપવામા આવશે તેમજ નવી બાઈક ખરિદનાર ને 1000ની ડિસ્કાઉન્ટ કુપન આપવામા આવશે. આ ઓફર માટે શો રૂમના માલિકે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો જેના કારણે વધારે લોકોને ખબર પડી હતી.
First published: