ઝાલોદમાં ધો.10ની વિદ્યાર્થિની સાથે ટ્યુશન શિક્ષકે કર્યા શારીરિક અડપલાં

પ્રતિકાત્મક તસવીર

દાહોદના ઝાલોદમાં બની શર્મશાર ઘટના બની છે. ગુરૂ-શિષ્યના સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દે તેવી આ ઘટના છે.

 • Share this:
  સાબીર ભાભોર, દાહોદ

  દાહોદના ઝાલોદમાં બની શર્મશાર ઘટના બની છે. ગુરૂ-શિષ્યના સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દે તેવી આ ઘટના છે. જેમાં એક શિક્ષકે જ દિકરી સમાન વિદ્યાર્થીની પર દાનત બગાડી કર્યો દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. શિક્ષકે સગીરા સાથે વધુ ટ્યુશનના બહાને તેની સાથે શારિરીક અડપલા કર્યા હતા. જોકે, સમગ્ર બનાવ અંગે સગીરાએ તેના પરિવારજનોને વાત કરતા આ બાળકીના પિતાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ ઝાલોદ પોલીસે એટ્રોસીટી એક્ટ 3(૨) તેમજ છેડતી તથા પોક્સો એક્ટ 8 મુજબ ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  મળતી માહિતી પ્રમાણે દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે સરકારી શાળાના શિક્ષક પ્રીતેશ પટેલ ખાનગી ટ્યુશન કલાસ ચલાવતો હતો. આ શિક્ષકને ત્યા કેટલાય છોકરા-છોકરીઓ ટ્યુશન માટે આવે છે. તેમાથી એક 15 વર્ષીય ધો.10ની વિધાર્થિનીની ઉપર લંપટ શિક્ષકની દાનત બગડતા શિક્ષકના મનમાં હવસનો કીડો સળવળયો હતો.

  તા 23 ઓગષ્ટના રોજ શિક્ષકે ટ્યુશન પુરુ થતા ધો 10ની વિધાર્થિનીને કહ્યુ કે તને દાખલા બરાબર નથી આવડતા તેથી તારુ અંગ્રેજીનું ટ્યુશન જઈને પાછી આવ હું તને દાખલા શિખવાડીશ. નાદાન સગીરા બીજા શિક્ષકને ત્યાથી અંગ્રેજીનું ટ્યુશન પુરુ કરીને ફરી પ્રિતેશ પટેલને ત્યાગઈ અને શિક્ષકે થોડીવાર તેને ભણાવી પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. સગીરા સાથે શારીરિક છેડછાડ શરૂ કરી અને કહ્યું કે જો તેની સાથે તે શારીરીક સંબંધ રાખશે તો તેને ધો 10ની પરિક્ષામાં પાસ થવામાં મદદરૂપ થશે અને શિક્ષકે જબરજસ્તી સગીરાના કપડા કાઢવાનો પ્રયત્ન કરી સગીરાનું મોઢુ દબાવી રાખી ગુપ્ત ભાગો ઉપર અડપલા કરવાનુ શરૂ કર્યુ હતું.

  ત્યારબાદ સગીરાને ધમકી આપી કે જો કોઈને પણ જાણ કરીશ તો જાનથી મારી નાખીશ પરંતુ જેમતેમ કરીને સગીરા હવસખોર શિક્ષકની ચુંગાલમાંથી છૂટી ત્યાથી ભાગી છુટી હતી. ઘરે જઈને મોડી રાતે સગીરાએ ડરતા ડરતા પોતાની બહેનને જાણ કરી હતી. પછી તેના પિતાને જાણ થતા સગીરાના પિતા પોતાની દીકરીને લઈ ઝાલોદ પોલીસ મથકે પહોચ્યાં હતા અને ફરિયાદ નોધાવતા ઝાલોદ પોલીસે એટ્રોસીટી એક્ટ 3(2),તેમજ છેડતી તથા પોકસો એક્ટ 8 મુજબ ગુનો નોધી શિક્ષકને ઝડપી પાડવના ચક્રો ગતિમાન કર્યા છે.
  Published by:Ankit Patel
  First published: