Home /News /madhya-gujarat /દાહોદઃ દેવગઢબારિયા પાસે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત

દાહોદઃ દેવગઢબારિયા પાસે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત

પ્રતિકાત્મક તસવીર

દાહોદ જિલ્લામાં અકસ્માતમાં ત્રણ લોકોનાં મોતથી ચકચાર મચ્યો છે. અહીં દેવગઢબારિયાના કાલિયાકુવા ગામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના ગામજનો દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે દેવગઢબારિયાના કાલિયાકુવા ગામે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાદમાં બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ સાગટાળા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
First published:

Tags: Road accident