દાહોદ : એક જ પરિવારની ત્રણ બાળકી રમતાં-રમતાં કૂવામાં પડી, ત્રણેના કરૂણ મોત

News18 Gujarati
Updated: April 3, 2020, 4:33 PM IST
દાહોદ : એક જ પરિવારની ત્રણ બાળકી રમતાં-રમતાં કૂવામાં પડી, ત્રણેના કરૂણ મોત
ત્રણ બાળકીના કુવામાં પડી જતા મોત

ગ્રામજનો અને પરિવારે બાળકીઓને કુવામાંથી બહાર કાઢી પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણેના શ્વાસ થંભી ગયા હતા

  • Share this:
પંચમહાલ જિલ્લામાંથી રૂવાંટા ઉભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીઓ રમતા-રમતા કુવામાં પડી ગઈ હતી, જેમના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામે લોકડાઉન વચ્ચે અચાનક એક જ પરિવારની ત્રણ બાળકી કુવામાં પડી જતા મોત થયા છે, જેને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સૂત્રો અનુસાર, ત્રણે બહેનો મનીષા, સેજલ અને રાધા લુહાર પોતાના ઘર નજીક રમી રહી હતી, પરિવારના સભ્યો ઘરમાં હતા તે સમયે ઘર પાસે આવેલા કુવામાં બાળકીઓ રમતા-રમતા અચાનક પડી ગઈ. પરિવાર બાળકીઓને જોવા માટે બહાર આવ્યો, તુરંત તેમને બચાવવા લોકોએ પ્રયાસ શરૂ કર્યો.

ગ્રામજનો અને પરિવારે બાળકીઓને કુવામાંથી બહાર કાઢી પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણેના શ્વાસ થંભી ગયા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.

પોલીસે સ્થળ પર જઈ બાળકીઓના કેવી રીતે મોત નિપજ્યા તે મામલે માહિતી મેળવી ત્રણે બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અચાનક એક જ પરિવારની ત્રણ બાળકીના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
First published: April 3, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading