ગતરાત્રીના સમયે ટ્રેનમાંથી ઉતરવા જતા મહિલાનો પગ લપસ્તા ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી જ્યાં ફરજ પરના જવાને મહિલા ને બચાવી લીધી હતી
ક્યારેક ઉતાવળ અથવા નાનકડી ભૂલ ના કારણે માણસ મોટી દુર્ઘટનાને નોતરતો હોય છે તો કોઈની સમયસૂચકતા અને હિંમતથી જીવ પણ બચી જતો હોય છે. આવી જ ઘટના દાહોદ ના રેલવે સ્ટેશન ઉપર સામે આવી છે.
પરોઢિયે ઇન્દોરથી મુંબઈ જતી અવંતિકા એક્સપ્રેસ અવંતિકા એક્સપ્રેસ દાહોદ રેલવે સ્ટેશન ઉપર આશરે સવારના 3.45 કલાકે આવી પહોંચી ત્યારે મુસાફરોમાં એક મહિલા ટ્રેનમાંથી નીચે ઉતરતી સમયે તેનો પગ લપસી જતા નીચે પડી ગઈ હતી અને ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી.
જ્યાં ફરજ ઉપર હાજર રેલવે પોલીસ ના હેડ કોન્સ્ટેબલ ભૂરા ભાઈની નજર પડતા તેઓ તરત દોડી ગયા હતા અને મહિલા ને પ્લેટફોર્મ સાથે દબાવી ને પકડી રાખી હતી. આ સમયે અન્ય મુસાફરો પણ દોડી આવ્યા હતા ફરજ પરના અધિકારીઓએ ટ્રેનને થોભાવી હતી ટ્રેન થોભી ત્યાં સુધી જવાને મહિલા ને પ્લેટફોર્મ સાથે દબાવી રાખી તેનો જીવ બચાવ્યો હતો અને મહિલાને સહી સલામત બહાર કાઢી હતી આ ઘટનામાં પોલીસ જવાનને હાથમાં ઇજા પહોંચી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર