દાહોદઃમે જ તેને મારી નાખી છેઃનજીવી તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા

News18 Gujarati | News18 Gujarati
Updated: February 10, 2017, 8:39 AM IST
દાહોદઃમે જ તેને મારી નાખી છેઃનજીવી તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા
દાહોદ: દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના નવાતળાવ ગામે આજે નજીવી તકરારમાં પિત્તો ગુમાવેલા પતિએ પત્નીને જીવલેણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી છે.ફતેપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

  • Share this:

dhd patni hatya

દેવાભાઈ હુકલાભાઈ તાવિયાડનો પરિવાર ફતેપુરા તાલુકાના નવાતળાવ ખાતે રહે છે અને બન્ને પતિ-પત્નિ બહારગામ મજુરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. હાલ આ પરિવાર પોતાના વતનમા હતો અને ગતરોજ દેવાભાઈની પત્ની મીઠુળીબેનએ બહારગામ મજુરી અર્થે જવા માટેની વાત કરતા તેમના સસરા હુકલાભાઈ ફતેપુરા ટીકીટ બુક કરવા ગયા દરમિયાન દેવાભાઈ અને મિઠુળીબેન બન્ને પતિ-પત્નિ ઘરે એક્લા હતા ત્યારે આરોપી પતિએ પત્નિને મજુરી કામ અર્થે જવાની ના પાડી હતી.આ બાબતે બન્ને વચ્ચે તકરાર થઈ હતી અનેદેવાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.

પત્નિના માથામા વાસલા ( સુથારી કામમા વપરાતુ ઓજાર) ના ઉપરા ઉપરી ઘા કરતા તેનુ ત્યા જ કરૂણ મોત નિપજ્યુ હતુ. પતિ-પત્નિના ઝગડામા તેમના સંતાનોનુ ભવિષ્ય રઝળી ગયેલુ જોવા મળે છે. જયારે ટીકીટ માટે ગયેલ હુકલા ભાઈ ઘરે આવતા આરોપીએ બીન્દાસ્ત રીતે જણાવ્યુ હતુ કે પોતે તેની પત્નિને મારી નાખી છે. દેવાભાઈ હુકલાભાઈ તાવિયાડ વિરુધ્ધ હત્યા નો ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 10, 2017, 8:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading