આંધળો પ્રેમ! દાહોદમાં 7 સંતાનની માતાને 5 સંતાનના પિતા સાથે Love થતા ભાગી ગઈ, બંનેના પરિવારની હાલત કફોડી

News18 Gujarati
Updated: August 5, 2020, 7:13 PM IST
આંધળો પ્રેમ! દાહોદમાં 7 સંતાનની માતાને 5 સંતાનના પિતા સાથે Love થતા ભાગી ગઈ, બંનેના પરિવારની હાલત કફોડી
સુખસર પોલીસ સ્ટેશન

વ્યભિચારી આધેડ પ્રેમીપંખીડાઓના બાર સંતાનો સહિત મહિલાના પતિ અને ભાગેડુ પુરુષ ની પત્નીની હાલત કફોડી.

  • Share this:
સાબીર ભાભોર, દાહોદ : કહેવાય છે કે,પ્રેમ આંધળો છે. પ્રેમ કરવો કોઈ ગુનો નથી,પરંતુ પ્રેમના નામે વ્યભિચાર આચરવો તે કાયદાકીય રીતે ગુન્હો બને છે. વ્યભિચારી જીવન જીવવું તે ભારતીય સંસ્કૃતિને માન્ય નથી, અને ભારતના બંધારણની રીતે કાયદેસર ગુન્હો બનતો હોવા છતાં ભારતીય સંસ્કૃતિને લજવી મારતા લોકોને કાયદાનો ડર તો ઠીક પરંતુ પોતાના પરિવાર અને સમાજની પરવા કર્યા વગર ભાગી છૂટતા અને કહેવાતા પ્રેમલા-પ્રેમલીઓના પાપે પરિવારના માથે શું વીતતી હશે તે જેને અનુભવ થયો હોય તે જ જાણી શકે. તેવો જ બનાવ ફતેપુરા તાલુકાના સુખસરથી દક્ષિણ દિશામાં આવેલ એક ગામથી સામે આવ્યો છે. અહીં સાત સંતાનોની માતાની આંખ સુખસરથી દક્ષિણ દિશામાં આવેલ પાંચેક કિલોમીટરના અંતરના ગામડામાં રહેતા પાંચ સંતાનોના પિતા ઉપર મોહી પડી, બીજા બાજુ ભાગેડુ પતિની જિંદગીના રાહ ઉપર અર્ધ રસ્તે આવેલી પહોંચેલી પત્ની સહિત પાંચ સંતાનોની હાલત પણ કાપો તો લોહી ન નીકળે તેવી દયનીય બની છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફતેપુરા તાલુકાના એક ગામડાના યુવાનના આશરે વીસ વર્ષ અગાઉ સમાજના રિવાજ મુજબ સુખસર પાસેના એક ગામડામાં લગ્ન થયા હતા. સાથે જીવન-મરણના કોલ આપ્યા બાદ બે પુત્રો તથા પાંચ પુત્રીઓનો ઉછેર પણ કર્યો, અને આધેડ ઉંમરને આંબવા આવી ચૂકેલી આ સાત સંતાનોની માતાને પોતાના પતિ ઉપર કોઈક કારણોસર અણગમો થયો હોય કે અન્ય કોઈ કારણ હોય! પરંતુ પોતાના સાત સંતાનો અને પતિની પરવા કર્યા વગર એક પાંચ સંતાનોના પિતાને દિલ દઈ બેઠી. બીજી બાજુ પાંચ સંતાનોના પિતા પણ પત્ની સહિત પાંચ સંતાનોની પરવા કર્યા વગર સાત સંતાનોની માતા ઉપર મોહી પડ્યા અને પ્રેમ સંબંધને આગળ ધપાવવા ચોરી છૂપીથી પ્રેમને અંજામ આપવા કરતા ઘરબાર છોડી ઘરસંસારથી દૂર ભાગી છૂટવાનો મનસૂબો કરી પંદરેક દિવસ આગાઉ આ બંને કહેવાતા પ્રેમીઓ ઘર છોડી ઉડી ગયા.

આ પણ વાંચોસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

ત્યારબાદ આ બંને પ્રેમલા- પ્રેમલી કોઈક અજ્ઞાત સ્થળે જઇ વસવાટ કરવા લાગ્યા છે. ખાસ કરીને ઘર છોડી ભાગી જતા પ્રેમીપંખીડાઓ પોતે ક્યાં અને કેવી રીતે રહે છે તેની પરિવારજનોને જાણ પડવા દેતા નથી. તેમ છતાં આ પ્રેમલા-પ્રેમલી હાલ કેવી રીતે આને ક્યાં રહે છે જે પકડાઈ જવાનો ડર ન હોય તેમ વોટ્સઅપ દ્વારા ફોટાઓ પણ મોકલી રહ્યા છે. જ્યારે વર્ષો સુધી સજોડે ઘરસંસાર ચલાવ્યા બાદ દગો દઇ ગયેલી પરણિતાના પતિએ પોતાની પત્નીને પરત પામવા માટે પોલીસમાં જાણ કરી છે. જ્યારે બીજી બાજુ પાંચ સંતાનો પૈકી બે પુત્ર તથા ત્રણ પુત્રીઓ સહિત પત્નીને તરછોડી પરનારીમાં પ્રેમાંધ બનેલા પતિની પત્ની હાલ ખેતીવાડીમાં તથા પાંચ સંતાનોના ભરણપોષણ માટે પિયરીયાઓનો સહકાર લઈ દિવસો વિતાવી રહી છે. આ બહેનની વાત મોબાઈલ દ્વારા સાંભળતા તેમના અવાજમાં મનદુઃખ સાથે મજબૂરી હોવાનું જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચોમોરબી : કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના સ્થળ પર જ મોત, ત્રણ ઘાયલ

વ્યભિચારી જીવન જીવવું તે એક ગુન્હો છેકાયદાકીય રીતે પુખ્ત ઉંમરના મહિલા તથા પુરુષને પોતાની રીતે સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈપણ માણસની પત્નીને અન્ય વ્યક્તિ ગમે ત્યારે ઉઠાવી જઇ તેની સાથે ઘર સંસાર ચલાવી શકે. કાયદાની રીતે જોઈએ તો આઈ.પી.સી.ની કલમ- ૪૯૩. મુજબ જે સ્ત્રીનું પોતાની સાથે કાયદેસર લગ્ન થયું ન હોય તેવી સાથે છેતરપિંડી કરીને કોઈ પુરુષ તે સ્ત્રીનું પોતાની સાથે કાયદેસર લગ્ન થયું છે એમ તેને મનાવીને પોતાની સાથે દંપતી ભાવે રહેવા પ્રેરણા આપે તો ૧૦ વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે.

આઈ.પી.સી.ની કલમ-૪૯૪. મુજબ પતિ કે પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવા તેના માટે સાત વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઇ છે. આઈ.પી.સી.ની કલમ-૪૯૭ મુજબ વ્યભિચારી જીવન જીવવું. તેવો અર્થ થાય છે. જેમાં પાંચ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. આઈ.પી.સી.ની કલમ- ૪૯૮ મુજબ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઇરાદાથી ભગાડી જવી અથવા લઈ જઇ રોકી રાખવી જેમાં બે વર્ષ સુધીની સજા અને દંડ અથવા તે બંને થઈ શકે છે. આમ સગીર કિશોરી હોય કે પુખ્ત ઉંમરની યુવતી અથવા તો પરીણિત મહિલા કે વૃદ્ધ મહિલા પરંતુ મહિલાઓની કાયદાકીય સ્વતંત્રતા ઉપર તરાપ મારવી તે ગુન્હો બનેજ છે કાયદો તમામ માટે સરખો છે ભલે પછી તે પુરુષ હોય કે મહિલા તે ભૂલવું ના જોઈએ.
Published by: kiran mehta
First published: August 5, 2020, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading