શાબિર ભાભોર, દાહોદ : અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાને (Taliban) સત્તા મેળવી લીધા બાદ સમગ્ર જગત જ્યારે તાલિબાનના અત્યાચાર અને તાલિબાની સજાઓની (Punishment) ચર્ચા કરી રહ્યુ છે ત્યારે આ તાલિબાની સજા કેવી હોય તે જાણીને પણ લોકો થથરી રહ્યા છે. મહિલાઓની દયનીય સ્થિતિ આખી દુનિયાએ જોઈ છે. જોકે, આ 'તાલિબાની સજા' અફઘાનિસ્તાનમાં જ નથી. દાહોદના (Dahod) ફતેપુરા (Fatepura) તાલુકાના સાગડપાડાનો (Sagadpada) આ વાયરલ વીડિયો જોઈને 'તાલિબાની સજા'ની પ્રતિતી થશે. આ વીડિયો વાયરલ થતા સુખસર પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર બનાવની માહિતી સામે આવી છે.
બનાવની વિગતો એવી છે કે ગઈકાલે દાહોદના વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો હતો. અહીંયા આ વીડિયોમાં મહિલાને એક વ્યક્તિ રસ્તા પર ઢસડી ઢસડીને માર મારી રહ્યો છે. જોકે, આ વીડિયોને ગઈકાલે પુષ્ટી થઈ નહોતી. હવે વાયરલ વીડિયોના મામલે પોલીસ મેદાને આવતા પુષ્ટી થઈ છે. અહીંયા કૌટુંબિક દિયરોએ ભેગા મળીને એક ભાભીને રસ્તા પર ઢસડી ઢસડીને ઢોર માર માર્યો અને લોકો જોતા રહ્યા.
આ ઘટના નજરે જોનાર એક વ્યક્તિએ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી અને ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ પરિવારના સભ્યો દ્વારા યુવતીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી ઉપર ગુજારવામાં આવતો તાલિબાની ત્રાસ જોઈને ભલભલા હલી જાય.
દાહોદ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વધુ એક કિસ્સો, મહિલાને માર મારતો વીડિયો થયો વાઇરલ pic.twitter.com/dx4Tej2w7x
આ ઘટનાની પુષ્ટી થતા સુખસર પોલીસ હરકતમાં આવી અને આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થઈ છે. આ વીડિયોના મુદ્દે જે હકિકત સામે આવી તે ચોંકાવનારી છે. અહીંયા આ મહિલાને મારનાર મહિલાને 'તાલિબાની સજા' મળવાનું કારણ કૌટુંબિક ઝઘડો છે. મહિલાએ પરિવારના ખટરાગમાં વિરોધપક્ષના પરિવાની મહિલાઓ જોડે વાત કરી આ મામલે તેને માર મારવામાં આવ્યો છે.
આટલી સામાન્ય વાતમાં લાકડીના ફટકા મારી મારીને એક મહિલાને જાહેર માર્ગ પર મારવામાં આવી અને લોકો આસપાસમાં ઉભા ઉભા આ ઘટના નિહાળી રહ્યા હતા. કદાચ તાલિબાનીઓ પણ આવું જ કરી રહ્યા છે પરંતુ ગુજરાતના દાહોદમાંથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે પોલીસ માટે પણ પડકાર ઉભો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર