સામાન્ય બાબતોમાં હવે પરિવારમાં પણ સંબંધોનો મલાજો રખાતો નથી. ક્યારેક ભાઇ ભાઇની હત્યા કરી દે છે તો ક્યારેક પુત્ર પિતાની તો ક્યારેક ભત્રીજો કાકાની હત્યા કરતા અનેક કિસ્સાઓ બન્યા છે. આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો છે. જેમાં સાવકા પુત્રએ પિતાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પુત્ર સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે માતાએ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દાહોદ જિલ્લાના આંકલી ગામની ચતુરીબેન વાદીના પહેલા પતિનો છોકરો સુનીલ ઉર્ફે સુનિયો મથુરભાઇ વાદીએ માતા ચતુરીબેનને ગાળો આપી દાવાના પૈસા કેમ અપાવતી નથી તેમ કહી મારા મારવા માટે દોડતાં ચતુરીબેન ખેતરમાં સંતાઇ ગઇ હતી. તે વખતે સુનિલે ચતુરીબેનના બીજા પતિ રતન મગન વાદી સાથે ઝઘડો કરી બકરા બાંધવા માટે નજીકમાં રોપેલી લોખંડની કોસ રતનવાદીના ડાભા હાથના બાવળાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. તથા ડાબી બાજુ પીઠના ભાગે જીવલેણ ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો.
આ સંબંધે આંકલી ગામના ચતુરીબેને તેના આગલા પતિનો છોકરો નાની વાવ ગામના સુનિલ વાદી વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર