ઇતિહાસમાં પહેલી વખત રૂ. 2.74 કરોડની કિંમતનાં ગાંજાનાં છોડ ખેતરમાંથી ઝડપાયા, 2745 કિલો મળ્યો ગાંજો

દાહોદ પોલીસે ઝડપી પાડી ગાંજાની ખેતી

દાહોદ એસઓજીએ (Daod SOG) બાતમીનાં આધારે સીંગવડનાં હાંડી ખાતેથી ખેતરમાં ઉગાડેલ 2.74 કરોડની કિમતનાં લીલા ગાંજાનાં (Ganja) છોડ સાથે એકની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ફરાર છે

  • Share this:
    (દાહોદથી સાબીર ભાભોરનો રિપોર્ટ)

    દાહોદ જિલ્લામાં (Dahod Police) નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાનાં કિસ્સા સામે આવે છે અનેકવાર દારૂનાં મોટા જથ્થા ઝડપાતા જોવા મળે છે પરંતુ ગાંજાની ખેતી અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ માછી ગયો હતો કદાચ ઇતિહાસ માં પ્રથમ વખત કરોડો રૂપિયાની (Crore Rupees Cannabis Plant) ગાંજાની ખેતી ઝડપી પાડવામાં એસઓજી (Dahod SOG)  શાખાને સફળતા મળી છે

    આ પણ વાંચો-જમવા બાબતે બબાલ થતા ભાભીને ચપ્પુના ઘા મારી નણદોઈ પહેલા માળેથી કૂદી ગયો

    દાહોદ એસઓજી શાખાને બાતમી મળી હતી કે સીંગવડ તાલુકાનાં હાંડી ખાતે ખેતર માં ગાંજા ના છોડ ઉગાડેલ છે તે દિશા માં તપાસ કરી એસઓજી ની ટીમે હાંડી ખાતે રેડ કરતાં કપાસનાં ત્રણ ખેતરમાં કપાસની સાથે ગાંજાનાં છોડ મળી આવ્યા હતા જે લીલા છોડની એફએસએલ પરીક્ષણ કરતાં આ છોડ ગાંજાનાં જ હોવાનું સાબિત થયું છે જે બાદ સ્થાનિક પોલીસ અને જીઆરડી જવાનો એ મળી  ત્રણ ખેતર માથી ગાંજાનાં લીલા છોડ ઉપાડવાની કામગીરી શરૂ કરી હતી.

    આ પણ વાંચો-Amit Shah Bday Spl: આ પહેલાં ક્યારેય નહીં જોઇ હોય અમિત શાહની આવી તસવીરો

    દાહોદનાં એસપી હિતેશ જોયસરે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 36 કલાકથી વધુ સમય ચાલેલા આ ઓપરેશનમાં 2.75 કરોડ ની કિમતનાં 2745 કિલો લીલા ગાંજાનાં છોડ મળી આવ્યા હતા. પોલીસે હાંડી ગામનાં વિક્રમ મછાર, હીમત મછાર અને સરતન મછાર વિરુધ્ધ ફરિયાદ નોધી વિક્રમ મછારની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતાં

    પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ફરાર બે આરોપી ની ધરપકડ ના ચક્રો ગતિમાન કરી આ ગાંજા નો જથ્થો ક્યાં પહોચાડવા માં આવતો હતો તેમજ  સમગ્ર કેસ માં અન્ય કોની કોની સંડોવણી છે તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે
    Published by:Margi Pandya
    First published: